દેશમાં હવે કોઇપણ વ્યક્તિને દોષી છે કે નહી તેનો નિર્ણય રસ્તે ઉભા રહેલા કે જાહેરમાં હાજર રહેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભીડને જે દોષી દેખાય તેને સજા આપવા માટે પણ કોર્ટની કે કઇ અન્યની રાહ જોવામાં આવતી નથી, જ્યા દોષી દેખાય અને તે હાથમાં આવે ત્યા જ સજા સંભળાવવાની હવે ભીડને આદત પડી ગઇ છે. આવી ઘટનાઓ દેશભરમાં બની રહી છે. જેમા દિવસો જતા વધારો જોવા મળી રહ્યો છે.
કઇક આવુ જ પંજાબનાં મોગામાં પણ જોવા મળ્યુ હતુ કે,જ્યા એક માણસને સાકળથી બાંધી મારવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક સમાચાર એજન્સી અનુસાર મોગાનાં ગોલિયા ખુર્દ ગામમાં એક શખ્સને સાકળથી બાંધી ઘણો માર મારવામાં આવ્યો.
આ મામલે પોલીસનું કહેવુ છે કે, પાંચ લોકોએ ભેગા મળી આ માણસને પહેલા સાકળથી બાધ્યો અને બાદમાં તેને માર્યો. તેમને શંકા હતી કે આ માણસએ વિજળીની ચોરીની ફરિયાદ કરી છે. આ મામલે પોલીસે એફઆઈઆર દાખલ કરી દીધી છે. તપાસની શરૂઆતમાં જ પોલીસે એક આરોપીની ધરપકડ કરી દીધી છે જ્યારે અન્ય દરેક ભાંગી ગયા હોવાથી પોલસી તેમની શોધખોળ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.