Vadodra News : સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મ આજથી રિલીઝ થતાં જ ગુજરાત સહિત દેશનાં મોટા ભાગનાં શહેરોમાં સવારે 6 વાગ્યાના મોર્નિંગ શો પણ રાખવામાં આવ્યા હતા. વડોદરાના PVR અને જામનગરના JCR સિનેમામાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જ સમયસર શરૂ ન થતાં દર્શકો ગુસ્સે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જામનગરમાં તો ગુસ્સે ભરાયેલા દર્શકોએ ફિલ્મનાં પોસ્ટર ફાડી નાખ્યાં હતાં, જેના કારણે વડોદરા અને જામનગરમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે થિયેટર પર પહોંચી મામલાનો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરાના માંજલપુર સ્થિત ઈવા મોલમાં આવેલા PVRમાં આજે સવારે 6 વાગ્યે પુષ્પા-2નો મોર્નિંગ શો હતો. વડોદરાના ફિલ્મરસિકો સવારે છ વાગ્યામાં પણ થિયેટર પર પહોંચી ગયા હતા, પરંતુ શો સમયસર શરૂ ન થતાં દર્શકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને હોબાળો શરૂ કરી દીધો હતો.રોષે ભરાયેલા પ્રેક્ષકો થિયેટરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને જાણ કરતાં પોલીસકાફલો દોડી આવ્યો હતો અને પ્રેક્ષકોની રજૂઆત સાંભળી હતી. પ્રેક્ષકોની રજૂઆત સાંભળ્યા બાદ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રેક્ષકોએ બે કલાક મોડા શરૂ થયેલા શોના કારણે રિફંડની માગણી કરી હતી.
જામનગરના ઠેબા ચોકડી પાસે આવેલા JCRમાં પણ વડોદરાની માફક ટેક્નિકલ કારણસર મોર્નિંગ શો સમયસર શરૂ ન થતાં કડકડતી ઠંડીમાં વહેલા ઊઠીને આવેલા દર્શકો ઊકળી ઊઠ્યા હતા અને હોબાળો શરૂ કરી દીધો હતો. હોબાળાના કારણે પોલીસ પણ દોડી ગઈ હતી અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુન બે કલાક મોડા આવતાં અલ્લુ અર્જુનને મળવા માટે પહોંચેલા હજારો રસિકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું.. આ બનાવવાને ધ્યાનમાં લઈને વડોદરા અને જામનગર પોલીસ તરત જ થિયેટર પર પહોંચી ગઈ હતી અને પ્રેક્ષકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:રણવીરની ન્યૂડ તસવીરની થઈ પ્રશંસા, આ હિરોઈનના ટોપલેસ શૂટ માટે વોરંટ
આ પણ વાંચો:અમીષા પટેલે ગદર 2 ના નિર્દેશક પર લગાવ્યો આરોપ, કહ્યું- મારી પાસે ચેટ્સ છે, સિમરતના અશ્લીલ વીડિયો…