રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલુ છે. રશિયા અને યુક્રેન વચ્ચે મંગળવારે તુર્કીના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા થઈ હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રશિયાના મુખ્ય વાટાઘાટકાર મેડિન્સકીએ સકારાત્મક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી યુદ્ધ રોકવા માટે મળી શકે છે. આ પહેલા બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.
વ્લાદિમીર મેડિન્સકીએ કહ્યું કે રશિયાએ કિવ અને ચેર્નિહિવમાં સૈન્ય ગતિવિધિઓ ઘટાડવાનો નિર્ણય લીધો છે. જો કે, કિવ વાટાઘાટકારોએ યુક્રેનિયન સુરક્ષાની બાંયધરી આપવા માટે આંતરરાષ્ટ્રીય કરારની માંગ કરી છે.
બીજી તરફ, આજે ડેનિશ સંસદને સંબોધિત કરતી વખતે ઝેલેન્સકીએ કહ્યું હતું કે મારિયોપોલમાં રશિયાનો હુમલો યુદ્ધ અપરાધ છે. રશિયાએ માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે.
Russian President/ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કોણ છે ? તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે ?
Ukraine Crisis / ‘પતિને ગોળી મારી, બાળકની સામે સૈનિકોએ મહિલા પર કર્યો બળાત્કાર : રશિયન સૈનિકોની બર્બરતા