યુનિયન કેબિનેટ દ્વારા એગ્રીકલ્ચર એક્ષપોર્ટ પોલિસી 2018 ને મંજૂરી આપી દીધી છે. આ પોલીસીનો ઉદેશ કૃષિવિષયક નિકાસને હાલનાં ૩0 બિલિયન ડોલર કરતા બમણા સ્તર પર 2022 સુધીમાં લઇ જવાનો છે.
આ પોલિસીનો ઉદેશ કૃષિવિષયક નિકાસને આવતાં વર્ષોમાં 100 બિલિયન ડોલર સુધી પહોચાડવાનો પણ છે. આ માટે સરકાર વિવિધ વસ્તુઓનાં નિકાસને પ્રોત્સાહન આપશે.
વૈશ્વિક ભાવની અસર કૃષિવિષયક નિકાસની આવક પર પડેછે. CMIE (સેન્ટર ઓફ મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી) દ્વારા જાહેર કરાયેલાં આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2017 – 18 માં ખેતી અને તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિની ભારતની નિકાસની કિંમત 38 બિલિયન ડોલર હતી. પરંતુ અગાઉનાં વર્ષો કરતાં આ કિંમત ઘણી ઓછી હતી.
વર્ષ 2012-13 અને 2013-14 માં ખેતી અને તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિની ભારતની નિકાસની કિંમત 40 બિલિયન ડોલરથી વધુ હતી.