Surat News: કોલેજોમાં ચાલતો ગર્લફ્રેન્ડનો ઝગડો હવે સ્કૂલો સુધી પહોંચી ગયો છે. સુરતમાં બનેલા એક કિસ્સામાં મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે તેમ કહી સ્કૂલમાં જ વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અઠવાગેટ નજીક આવેલી ટી એન્ડ ટીવી સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. રીસેસ દરમિયાન ક્લાસ રૂમમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં બે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડીસીપી, એસીપી અને અઠવા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી ઉપર તેની સાથે ભણતા વિદ્યાર્થીએ ચપ્પુના ઘા ઝીંકી દેતા ચકચાર મચી છે. ચાલુ રિસેસમાં બનેલી ઘટનામાં સ્કૂલ તંત્રની સાથે સાથે પોલીસ પણ દોડતી થઈ હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવાર ડેરી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
17 વર્ષ દીકરો જે નાનપુરા સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. પુત્ર નિત્યક્રમ મુજબ સ્કૂલે ગયો હતો સવારે 11 વાગ્યાના સ્કૂલ શિક્ષકે વિદ્યાર્થીના પિતાને કોલ કરીને સ્કૂલમાં તમારા દીકરાનો ઝઘડો થયો છે અને સામેની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે તેવું જણાવતા પરિવાર તાત્કાલિક સ્કૂલ ખાતે દોડી આવ્યું હતું. પરિવારે આવીને જોયું તો પુત્ર ICUમાં સારવાર લઈ રહ્યો હતો. આ બનાવના લીધે પરિવાર ચિંતિત છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!
આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં
આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ