Gandhinagar News: છેલ્લા 2 વર્ષથી પડતર પડતર માંગણીઓ (Pending Demand) ઉકેલવાનું રાજ્ય સરકાર આશ્વાસન આપ્યું હોવા છતાં ક્વોરી ઉદ્યોગ હડતાળ પર ઉતરી ગયો છે. ક્વોરી ઉદ્યોગ (Quary Industry) ની હડતાળનો આજે 14મો દિવસ છે. ક્વોરી ઉદ્યોગની હડતાળના લીધે એક લાખ મજૂરોએ રોજગારી ગુમાવતા તેમની દિવાળી બગડી છે. આ સિવાય હડતાળ જેટલી લાંબી ચાલશે તેટલી બીજા કેટલાય લોકોની દિવાળી બગડી શકે તેમ છે.
નવા બાંધકામ સ્થગિત
ક્વોરી ઉદ્યોગની માંગનો છેલ્લા બે વર્ષથી પડતર માંગનો નીવેડો ન આવતા ક્વોરીવાળાઓએ ત્રીજી ઓક્ટોબરથી ઉત્પાદન ઠપ્પ કરી દીધુ હતું. તેની ખરાબ અસર હવે ધીમે ધીમે દેખાઈ રહી છે. કોઈપણ નવા બાંધકામમાં કાંકરીની ખૂબ જ જરૂર હોય છે, પરંતુ જિલ્લામાં ક્યાંય પણ કાંકરી ન મળવાના કારણે નવા બાંધકામો સ્થગિત થઈ ગયા છે.
અનેક નાની-મોટી નોકરીઓ પ્રભાવિત
સાથે જ ખાણ ઉદ્યોગ બંધ હોવાના કારણે વેપારીઓ પણ અન્ય કામ કરી શકતા નથી. ખાણ ઉદ્યોગને કારણે અનેક વિસ્તારોમાં 10થી વધુ નાની-મોટી નોકરીઓને અસર થઈ રહી છે.
એક જ જિલ્લામાં રૂ. 9.10 કરોડની રોયલ્ટીની આવકનો ફટકો
એકલા અરવલ્લી જિલ્લાના સાબરકાંઠામાં 14 દિવસની હડતાળથી રાજ્ય સરકારને રૂ. 9.10 કરોડની રોયલ્ટીની આવકનું નુકસાન થયું છે.
રાજ્ય સરકાને પણ રેતીની રોયલ્ટીમાં નુકસાન
કાંકરી ઉત્પાદન બંધ થવાને કારણે રેતીની માંગ પણ ઘટી છે, આવી સ્થિતિમાં સરકાર પર પણ રેતીની રોયલ્ટી ગુમાવવાનો વારો આવ્યો છે. કામકાજ બંધ થવાથી ઈંટ ઉદ્યોગ, સિમેન્ટ અને સ્ટીલના વેપારીઓને પણ સીધી અસર થવા લાગી છે.
આ પણ વાંચો: નવસારીમાં ક્વોરી એસેસિએશન દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ
આ પણ વાંચો: આજથી સમગ્ર ગુજરાતમાં ક્વોરી માલિકોની હડતાળ, સરકારને રોજનો રૂ. 75 લાખનો ફટકો
આ પણ વાંચો: ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે રૂ. 1,470 કરોડની મંજૂરી