Not Set/ કાશ્મીર મુદ્દે ડોભાલને કરવામાં આવ્યો સવાલ, ગણતરીનાં કલાકોમાં શું સ્થિતિ થશે સ્પષ્ટ, જાણો

કાશ્મીરમાં કઇક નવુ થવાની સંભાવનાઓ વચ્ચે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કાશ્મીરમાં શુ થઇ રહ્યુ હોવાનુ પુછવામાં આવ્યુ ત્યારે તેમણે માત્ર હસીથી જવાબ આપ્યો હતો. સરકારનાં મનમાં શું રંધાઇ રહ્યુ છે તેની ગણતરીનાં કલાકોમાં સ્થિતિ સ્પષ્ટ થાય તેવી પૂરી સંભાવનાઓ છે. વડાપ્રધાનનાં નેતૃત્વમાં આજે સવારે 9:30 વાગ્યે કેબિનેટ મીટિંગ શરૂ થઇ ગઇ છે. જેમાં […]

India
doval કાશ્મીર મુદ્દે ડોભાલને કરવામાં આવ્યો સવાલ, ગણતરીનાં કલાકોમાં શું સ્થિતિ થશે સ્પષ્ટ, જાણો

કાશ્મીરમાં કઇક નવુ થવાની સંભાવનાઓ વચ્ચે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કાશ્મીરમાં શુ થઇ રહ્યુ હોવાનુ પુછવામાં આવ્યુ ત્યારે તેમણે માત્ર હસીથી જવાબ આપ્યો હતો. સરકારનાં મનમાં શું રંધાઇ રહ્યુ છે તેની ગણતરીનાં કલાકોમાં સ્થિતિ સ્પષ્ટ થાય તેવી પૂરી સંભાવનાઓ છે. વડાપ્રધાનનાં નેતૃત્વમાં આજે સવારે 9:30 વાગ્યે કેબિનેટ મીટિંગ શરૂ થઇ ગઇ છે. જેમાં કાશ્મીર મુદ્દે કેટલાંક મોટા નિર્ણય લેવાય તેવી પૂરી સંભાવનાઓ છે. કાશ્મીરમાં થઇ રહેલી ગતિવિધીથી રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને અન્ય નેતાઓ ચિંતામાં હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

મળતી માહિતી અનુસાર, કેબિનેટ મીટિંગમાં થનારા નિર્ણયો અને કાશ્મીરની સ્થિતિ પર સરકાર સંસદમાં નિવેદન પણ આપી શકે છે. વધુ જવાનોની ગોઠવણી અને ઘાટી છોડવાની સલાહ બાદ સરકાર તરફથી નિવેદનની વિપક્ષ કેટલાંય દિવસથી માંગણી કરી રહ્યું છે. આ બધાની વચ્ચે આજે અડધી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરી દેવાયા છે. ઉપરાંત મોડી રાત્રે રાજ્યપાલે ડીજીપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે ઇમરજન્સી બેઠક કરી. નજરબંધ કરાયા બાદ ઉમર અબ્દુલ્લા તરફથી ટ્વીટ પણ કરવામાં આવ્યુ હતુ.

કાશ્મીર મુદ્દાને લઇને ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવની સાથે ગુપ્તચર એજન્સીઓનાં પ્રમુખ પણ હાજર રહ્યા થયા. પૂરી સ્થિતિની પીએમને માહિતી આપી દેવામાં આવી છે. કાશ્મીર પર કોઇ મોટા નિર્ણયની સંભાવનાઓ પર ડોભાલને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેઓ હસતા હસતા ત્યાંથી નીકળી ગયા હતા. તેમની તે હસીથી હવે ચર્ચાનો દૌર પણ શરૂ થઇ ગયો છે કે કાશ્મીરમાં શું ખરેખર કઇક મોટુ થવા જઇ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ઘાટીમાં ઇન્ટરનેટ સેવાને પૂરી રીતે બંધ કરી દેવામાં આવી છે. પર્યટકોનું અહીથી પલાયન થવાનુ પણ શરૂ થઇ ગયુ છે. બિહારથી આવેલા અમુક લોકો કે જે અહી પૈસા કમાવવનાં ઇરાદાથી આવ્યા હતા તે હવે પલાયન થવાના નિર્ણય બાદ દુઃખી દેખાયા હતા. જ્યારે તેમને પુછવામા આવ્યુ કે અહી શુ થઇ રહ્યુ છે અને શું થવાનુ છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, એ ખબર નથી કે શું થઇ રહ્યુ છે પરંતુ હા કઇક તો થવાનુ જ તે નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.