ચીન સાથે એલએસી પર વધતા સંધર્ષ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધરો થવા જઈ રહ્યો છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હરિયાણાના અંબાલા ખાતેના એરફોર્સ કેમ્પમાં 3-4 રાફેલ ફાઇટર જેટ પહોંચશે તેવી વિગતો સામે આવી રહી છે. ફ્રાન્સથી ભારત આવતુ રાફેલનું આ બીજું કન્સાઇન્મેન્ટ હશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 28 જુલાઈએ, પાંચ રાફેલ વિમાનોની પ્રથમ ખેપ ભારત આવી હતી, જેને 10 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર રીતે વાયુસેનાનાં કાફલામાં સમાવિષ્ટ કરાવ્યા હતા.
સરકારી સૂત્રોએ કહ્યું છે કે, 3-4 રફેલ વિમાનની બીજી ખેપ ફ્રાન્સથી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ભારત આવી રહી છે, અને તેની પહોંચવાની તૈયારી દેશમાં પણ શરુ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘આ લડવૈયાઓને શામેલ કર્યા બાદ હાલની સ્થિતિમાં 8-9 લડાકુ વિમાન ભારતીય વાયુસેના પાસે હશે, જે આગામી કેટલાક દિવસોમાં કાર્યરત થઈ જશે.’ પહેલા આવેલા રાફેલ લડાકુ વિમાનો પહેલેથી જ કાર્યરત થઈ ગયા છે અને લદ્દાખના સંઘર્ષશીલ ક્ષેત્રમાં ખૂબ ટૂંકા ગાળામાં તૈનાત કરવામાં આવ્યા છે.
વાર્ષિક રૂટિન મીટિંગ અંતર્ગત સહાયક ચીફ ઓફ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ) એર વાઇસ માર્શલ એન. તિવારીના નેતૃત્વમાં ભારતીય વાયુસેનાની એક ટીમ હાલમાં આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા ફ્રાન્સમાં છે. ભારતીય પાઇલટ્સ ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યા છે અને તાલીમના આ તબક્કાને માર્ચ 2021 સુધીમાં પૂર્ણ કરશે.
ભારતીય વાયુસેના વતી, રફાલ લડાકુ વિમાનોમાંથી એક-એક સ્ક્વોડ્રોન હરિયાણાના અંબાલા કેન્ટોનમેન્ટ અને પશ્ચિમ બંગાળના હશિમારા ખાતે રાખવામાં આવશે. સપ્ટેમ્બર 2016 માં પૂર્વ અને પશ્ચિમ મોરચા પર તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતે ફ્રાન્સની સરકાર અને ડેસોલ્ડ એવિએશન સાથે 36 ફાઇટર રફેલ વિમાનની ખરીદીના કરાર પર સહી કર્યા હતા.
આપને જણાવી દઇએ કે, પૂર્વે ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્રાન્સિસ પરી અને ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને એરફોર્સ ચીફ આર.કે.એસ. ભદૌરિયાની હાજરીમાં રાફેલના પાંચ લડાકુ વિમાનોને અંબાલામાં સામેલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….