Ahmedabad News: ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના પકડાયેલા કાર્યકરોના કુટુંબોની મુલાકાત લીધી હતી. તેઓએ લોકસભામાં હિંદુ સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ ભવનની બહાર ભાજપના કાર્યકરોએ દેખાવ કર્યા હતા. આ દરમિયાન બંને પક્ષોના કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની પાસે બીજેપી-કોંગ્રેસ કાર્યકરો પર પથ્થરમારાની ઘટના અંતર્ગત આજરોજ કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચેય કાર્યકર્તાઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરીને ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. મેટ્રો કોર્ટે તમામના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અટકાયત કરાયેલા તમામ લોકોને 6 તારીખના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 7 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગ કરી હતી. આ ઘટનામાં આરોપી તરીકે સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી.
કોંગ્રેસના આગેવાનોની ધરપકડ પછી પછી લીગલ ટીમ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં અમિત ચાવડા, શૈલેષ પરમાર, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જિજ્ઞેશ મેવાણી અને હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાનૂની લડત અને પોલીસની કાર્યવાહી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ હિંમતસિંહ પટેલ અને અન્ય નેતાઓ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…