Not Set/ ન્યાય યોજના બાદ રાહુલ ગાંધીનો “બિઝનેસ પ્લાન” ચાર સ્ટેપથી યુવાનોની જીંદગી બદલવાનો દાવો

નવી દિલ્હી, 2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે હવે નાકની લડાઇ બની ગઇ છે. બન્ને પક્ષો સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે, આ વખતે કોંગ્રેસ ચૂંટણીમાં લાલચુ જાહેરાતનાં વાયદાઓ કરવામાં ભાજપ કરતા એક પગલું આગળ નીકળી ગઇ છે, પહેલાં ન્યાય ની યોજનાં અને હવે યુવાનો માટે બિઝનેસ અને રોજગાર જનરેટ […]

India Politics
Untitled 10 ન્યાય યોજના બાદ રાહુલ ગાંધીનો “બિઝનેસ પ્લાન” ચાર સ્ટેપથી યુવાનોની જીંદગી બદલવાનો દાવો

નવી દિલ્હી,

2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે હવે નાકની લડાઇ બની ગઇ છે. બન્ને પક્ષો સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે, આ વખતે કોંગ્રેસ ચૂંટણીમાં લાલચુ જાહેરાતનાં વાયદાઓ કરવામાં ભાજપ કરતા એક પગલું આગળ નીકળી ગઇ છે, પહેલાં ન્યાય ની યોજનાં અને હવે યુવાનો માટે બિઝનેસ અને રોજગાર જનરેટ કરવાની જાહેરાત કરાઇ છે, રાહુલ ગાંધીએ હવે બિઝનેસ પ્લાન લાવીને યુવા મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.

rg tweet ન્યાય યોજના બાદ રાહુલ ગાંધીનો “બિઝનેસ પ્લાન” ચાર સ્ટેપથી યુવાનોની જીંદગી બદલવાનો દાવો

 

રાહુલ ગાંધીનો યુવાનો માટેનો બિઝનેસ પ્લાન

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સાંજે ટ્વીટથી એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હતો, રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું..

યુવાનો, શું તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો ? શું તમે ભારતમાં રોજગારના નવા રસ્તાઓ બનાવવા માંગો છો ?

આનાં માટે અમારા પાસે એક પ્લાન છે,

1-    ત્રણ વર્ષ માટે કોઇ પરવાનગી નહી

યુવાનોને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પહેલાં ત્રણ વર્ષો માટે જીરો પરમિશન, એટલે કે કોઇ પણ યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો પહેલાં ત્રણ વર્ષો માટે તેને કોઇ પણ જાતની પરવાનગી લેવાની જરૂર નઇ પડે.

2-    પુરુ થઇ જશે એન્જલ ટેક્સ

રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં એન્જલ ટેક્સ પુરો થઇ જશે, એન્જલ ટેક્સ એ હોય છે જે કોઇ નવી કંપનીની શરૂઆતમાં કંપનીનાં ઇન્વેસ્ટમેન્ટ પર ટેક્સ લેવામાં આવે છે, હાલમાં દેશમાં એન્જલ ટેક્સનો દર 30 ટકા છે..

3-    નોકરી આપવામાં વધારો થાય તો આર્થીક મદદ

જે પણ યુવાન નવી કંપનીની શરૂઆત કરશે અને નોકરીઓ આપવામાં આગળ રહેશે તો તેને અલગથી આર્થીક મદદ કરવામાં આવશે.

4-    સરળતાથી મળશે બેંક લોન

રાહુલ ગાંધીનાં જણાવ્યા અનુસાર, યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે બેંક લોન સરળતાથી મળી રહેશે.

મહત્વનું છે કે, 25મી માર્ચે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને “ન્યાય”યોજનાની જાહેરાત કરી હતી, તેમણે વધુમાં જણાવ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો સૌથી ગરીબ 20 ટકા મહિલાઓનાં ખાતામાં દર વર્ષે 72 હજાર રૂપિયા જમા થઇ જશે, હવે જોવાનું એ રહ્યું કે “ન્યાય” અને“બિઝનેસ પ્લાન” યોજનાં કોંગ્રેસને જીત અપાવી શકશે કે નહી..