Odisha News: ઓડિશામાં આર્મી ઓફિસર અને તેના મંગેતર સાથે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ ખૂબ જ ધૃણાસ્પદ વર્તન કર્યું. આ ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેમણે કહ્યું કે પોલીસની મદદ લેવા ગયેલા આર્મી ઓફિસરને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને તેની મંગેતરને કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. આ ઘૃણાસ્પદ ઘટના સમગ્ર માનવતા માટે શરમજનક છે. ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ સામેના ગુનાઓ સંપૂર્ણપણે અનિયંત્રિત અને અનિયંત્રિત બની ગયા છે. જ્યારે અન્યાય ખીલે છે અને સરકારી તંત્રમાં જ આશ્રય મેળવે છે, ત્યારે સામાન્ય નાગરિકે કોની પાસેથી મદદની અપેક્ષા રાખવી?
ओडिशा में घटित भयंकर घटना ने देश की कानून व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं।
पुलिस से मदद मांगने गए एक सेना अधिकारी को बेरहमी से पीटा गया और उनकी मंगेतर को कस्टडी में उत्पीड़ित किया गया। यह घृणित घटना पूरी मानवता को शर्मसार करने वाली है।
भाजपा सरकार में महिलाओं के विरुद्ध…
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2024
આ ઘટનાના તમામ ગુનેગારો કડક કાયદાકીય સજાને પાત્ર છે – તેમની સામે કડક પગલાં લઈને ભારતના લોકો, ખાસ કરીને મહિલાઓ સમક્ષ ન્યાય અને સલામતીનું ઉદાહરણ બેસાડવાની જરૂર છે.
શું બની હતી ઘટના
ઓડિશામાં આર્મી કપલ સાથે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ દ્વારા જ ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. આ ઘટના ભુવનેશ્વરના ભરતપુર પોલીસ સ્ટેશનમાં બની હતી. જ્યાં પોલીસકર્મીઓ દ્વારા આર્મી અધિકારીની મંગેતર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. જેના બાદ મહિલાએ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પર જાતીય સતામણી અને છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. આ આર્મી કપલ રોડ રેજની ઘટનામાં કેટલાક યુવકો સામે ફરિયાદ નોંધાવવા ભરતપુર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યાં આર્મી કપલ પર પોલીસકર્મીઓ દ્વારા અત્યાચાર કરાયો. આ મામલો હવે કોર્ટમાં છે. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ઓડિશામાં આર્મી કપલ સાથે પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણી કરવાને લઈને હવે હંગામો મચી રહ્યો છે. લોકો આ ઘટના પર આક્રોશ ઠાલી રહ્યા છે. ઓડિશામાં અત્યારે ભાજપની સરકાર છે. ત્યારે દેશની સેવામાં સદા તત્પર રહેતા આર્મી જવાનોને લઈને લોકોમાં સન્માન છે. અને આર્મી કપલ સાથે સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારની સતામણી લઈને હવે ઓડિશાની ભાજપ સરકાર સામે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના અન્ય નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: પોલીસકર્મીની ગુંડાગીરી, પોલીસ સ્ટેશનમાં જ આર્મી ઓફિસરની મંગેતર સાથે છેડછાડ અને જાતીય સતામણીનો આરોપ
આ પણ વાંચો: ઓડિશામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે તબાહી, 18 ગામો રાજ્યથી કપાયા, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
આ પણ વાંચો: ઓડિશામાં 25 વર્ષ બાદ ભાજપ સરકાર, આદિવાસી નેતા મોહન માઝી આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે