વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીના મોત અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના ઉડાણ માટેના પ્રેમને યાદ કરીને મોટો ખુલાસો કર્યો છે. રાહુલે કહ્યું કે જો કાકા સંજય ગાંધીએ મારા પિતા રાજીવ ગાંધીની વાત સાંભળી હોત તો કદાચ અકસ્માત ન થયો હોત.
પિતાએ તેમના ભાઈ સંજયને પીટ્સની જેવા આક્રમક વિમાન ઉડાડવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ તે સંમત ન થયા રાહુલે કહ્યું, જ્યારે પાયલોટ વિમાન ઉડાડે છે, ત્યારે તેની કલ્પના રસ્તા, રેલવે લાઈનથી અવરોધિત થતી નથી. તેમની કલ્પના 30,000 ફૂટ ઉપર હોય છે, તેથી તેમની પાસે પણ મોટી સિસ્ટમ જોવાની ક્ષમતા છે.
યુથ કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જીવન સાથે સંબંધિત ફોટોગ્રાફ્સનું પ્રદર્શન મુકવામાં આવ્યું છે. આ તસવીરો સાથે જોડાયેલી યાદોને શેર કરતા રાહુલે એક વીડિયોમાં પરિવાર સાથે જોડાયેલી બાબતોનો ખુલાસો કર્યો.
રાહુલે કહ્યું કે વિમાન ઉડાવવાનો જેટલો અનુભવ તેમની પાસે છે એટલે 300 થી 350 કલાક જેટલો કાકા સંજય ગાંધીને પણ હતો. સંજય ગાંધીને વિમાન ઉડાવવાનો પણ શોખ હતો અને 23 જૂન, 1980 ના રોજ વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું.
એક ફોટો જોઈને રાહુલે કહ્યું કે તેના પિતા તેમને ઘણી વખત કોકપીટમાં બેસાડતા અને તમામ સવાલોના જવાબ આપતા. રાહુલે કહ્યું કે જ્યારે સોનિયા ગાંધી તેમના પિતા વિમાન ઉડાણ ભરે ત્યારે ઘણી વખત ચિંતિત રહેતા હતા
અતિભારે વરસાદ / ઇડા વાવાઝોડાના લીધે અમેરિકામાં ભારે તારાજી ,મૂશળધાર વરસાદના લીધે અત્યાર સુધી 46 લોકોના મોત
વર્લ્ડ રેકિંગ / વર્લ્ડની ટોપ 200 યુનિવર્સિટીની યાદી જાહેર,જાણો ભારતની યુનિવર્સિટીની સ્થિતિ