પરીવર્તન યાત્રા/ યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી

જનતાનો અવાજ ઉઠાવવા માટે જો પરવાનગી લેવી પડે તો એવી સરકારને જ ઉઠાવી ફેંકો : રાહુલ ગાંધી

Top Stories Ahmedabad Gujarat
d1 યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી
  • ચૂંટણી છે પણ હું કહું છું તમે લડો છો ગત વખતની જેમ લડશો તો કોંગ્રેસ પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે

રાજયમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એક પછી એક કેન્દ્રના નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા આવી રહ્યા છે. ત્યારે આજ રોજ કોંગ્રેસનાં દિગ્જ્જ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. પાર્ટીના નેતાઓએ કહ્યું કે ગાંધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના ‘બૂથ યોદ્ધાઓ’ના ‘પરિવર્તન સંકલ્પ’ સંમેલનને સંબોધશે અને પછી સાબરમતી આશ્રમ જશે.

d1 2 યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી

અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યથી કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી શાહીબાગ સર્કિટ હાઉસ એનએક્સી બિલ્ડીંગ પહોચ્યા હતા. જ્યાં અશોક ગેહલોત, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસી નેતાઓ સાથે મીટીંગ કરી હતી. અને આગામી વિધાનસભાની ચૂંટણી લડવા માટે રણનીતિની ચર્ચા કરી હતી. તો સાથે કોંગ્રેસના ઉમેદવારોની યાદી પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

d1 3 યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી

ત્યથી રાહુલ ગાંધી રિવરફ્રન્ટ પહોંચ્યાં હતા. સભા સ્થળે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાંથી આવેલા લોકોનું સ્વાગત છે આ તમામ લોકો સિંહ છે. આ બબ્બર  સિંહ છે એ એક વિચાર ધારાથી લડે છે, આ એક વિચારધારા ની લડાઈ છે. 27 વર્ષ થી તમે શું સહન કરો છો, એ હું જાણું છું, આ લડાઈ કોઈ પક્ષ સાથે નથી. ભાજપ કે કોંગ્રેસ ની આ લડાઈ નથી. કોની સામે અને કેવી રીતે લડો છો એ સમજવું પડશે.

d1 4 યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી

સરદાર પટેલની મૂર્તિ ભજપાએ બનાવી. નરેન્દ્ર મોદી અને RSSએ ભેગા મળીને આ મૂર્તિ બનાવી. પરંતુ સરદાર પટેલ કોના માટે લડયા ? તમે ફક્ત એના શરીર ની મૂર્તિ બનાવી હતી સરદાર એક વિચાર હતો,ખેડૂતો ના હિટ માટે તેઓ લડતા હતા. સરદાર પટેલ હતા તો આજે તમે  અમુલની પ્રોડક્ટ બિન્દાસ વાપરી શકો છે. સરદાર પટેલ જે માટે લડયા તેની વિરુદ્ધ ભાજપા કામ કરે છે. ત્રણ કાળા કાયદા લાવ્યા, ખેડૂતો ના હકક છીનવ્યા, તો મૂર્તિ નો મતલબ શુ? મોટા ઉદ્યોગકારોના કર્જ માફ થઈ શકે તો ખેડૂતોના કેમ ના થઇ શકે. સરદાર પટેલ જીવતા હોત તો આવા કાળા કાયદાઓ લાવતા ખરા? એક બાજુ મૂર્તિ બનાવો છો તો સામે સરદાર વિચારધારા ને મારી રહ્યા છો.

કોંગ્રેસના ઝંડા સાથે બૂથના કાર્યકરો પહોંચ્યા.

૩ લાખ સુધી ના દેવા અમે ગુજરાતમાં માફ કરીશું. પોલીસ, કમિશન, મીડિયા એક એમ્પાયરનું કામ કરતા હોય છે. આ તમામ સંસ્થાઓને ભજપાએ કેપ્ચર કરી લીધા છે. ગુજરાત પ્રદેશની દરેક સંસ્થાઑ ની સામે આપણી લડાઈ છે. ગુજરાત ડ્રગ્સ નું સેન્ટર બન્યું છે અને ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે. મુંદ્રા પોર્ટમાં દર બે ત્રણ મહિનામાં ડ્રગ્સ મળે છે,યુવાઓ નું જીવન ખતમ કરે છે. બે ત્રણ ઉદ્યોગકારો ની સરકાર છે.ઉદ્યોગકારો ને જમીન મળી જશે. ગામડાઓમાં ગરીબોને કોઈ જમીન નહિ મળે. ગુજરાતની જનતા પર આક્રમણ થઈ રહ્યું છે. આંદોલન માટે પર પરવાનગી લેવ પડે છે. ભારતમાં કોઈ પણ ને ધંધો સમજવો હોય તો ગુજરાતમાં સમજી શક્યા છે. નાના વેપારીઓ તમારા ધંધા ની શક્તિ છે. ગુજરાત સરકાર નાના વેપારીઓ ની કોઈ મદદ કરે છે ખરા? નાના વેપારીઓને નોટબધી થી કોઈ ફાયદો થયો છે ખરો ? જીએસટી થી કોઈ ફાયદો થયો છે ? કોઈને ફાયદો જ નથી તો ફાયદો કોને ???

મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડ્યા.

ગુજરાતમાં કોઈ પણ આંદોલન કરો તો પરવાનગી લેજો,સરદાર પટેલ એ અંગ્રેજો ની પરવાનગી લીધી હતી?? જનતા નો અવાજ ઉઠાવવા માટે જો પરવાનગી લેવી પડે તો એવી સરકાર ને ઉઠાવી ફેંકો. છ મહિનામાં ભાજપની હવા નીકળી દીધી છે,તમે સારું લડયા છો.. તમે બબર શેર છો.

ગુજરાત માટે કોંગ્રેસ શુ કરશે,

  • ખેડુતોઓ ના ત્રણ લાખ સુધી દવું માફ..
  • 3 લાખ લોકોની કોવિડમાં મોત થયું છે..કોવિડ માં મૃત્યુ પામેલા લોકોને વળતર આપ્યું?..
  • 3 હજાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બાળકીઓ ને ફ્રી ભણવાનો નિર્ણય..
  • ગેસ સિલિન્ડર અમે 500 રૂ માં લોકોને આપીશું,
  • યુપીએ સરકારમાં 400 રૂ માં હતો..
  • બેરોજગારી અને મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે..
  • રોજગારી માટે કોંગ્રેસ 10 લાખ યુવાઓને અમે રોજગારી પૂરો પાડીશું..
  • હું તમને ગેરેન્ટ આપું છું કે અહીંયા સરકાર કોંગ્રેસ ની બનશે

ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર

ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ પ્રસંગે જણાવ્યુહતું કે, સભા સ્થળે 52 હજાર કાર્યકરોને બોલાવ્યા હતા,પરંતુ તેનાથી પણ વધુ લોકો આવ્યા છે. 40 લાખ બેરોજગાર યુવાનો ના પેપર ફોડી અને ભવિષ્ય બગાડનાર  સામે પરીવર્તન રેલીનું આયોજન કરવામાં આવશે. આગામી 10 સપ્ટેમ્બર ગુજરાત બંધ રાખીને આપણે વિરોધમાં જોડાવ આવહન કર્યું હતું.

મોટી સંખ્યામાં કાર્યકરો રિવરફ્રન્ટ પહોંચ્યા હતાં

અશોક ગહેલોત : મુખ્યમંત્રી રાજસ્થાન…

રાહુલ ગાંધીની સભામાં આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જણાવ્યુ હતું કે, આ સંકેત છે ભાવિ ચૂંટણીઓ નું, 27 વર્ષમાં ફક્ત મોટી મોટો વાતો જ કરી છે. ગરીબ ગરીબ જ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં 70 લોકો નકલી દારૂ થી મરી ગયા. કોવિડની નિષ્ફળતા થી આખી સરકાર બદલવાનો વારો આવ્યો હતો. અમિત શાહે એ નારો આપ્યો હતો કે 150 કે 99 સીટો આવશે. ભગતસિંહ અને ડોકટર આંબેડકર ને અમે પણ માનીએ છીએ. મહાત્મા ગાંધી રાષ્ટ્રપતિને પણ માનીએ છીએ. ભાજપ ફક્ત કહેવા પૂરતા પોતાની દેશભક્તિ દેખાડે છે. ગુજરાતીઓ ત્યાં ગુજરાત છે, ગુજરાતીઓ માટે તે ઓળખાણ છે.

પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કાર્યકારી પ્રમુખ અમરીશ ડેરનું નિવેદન

અધિકાર ન મેળવીએ તો ભીખ માંગવી પડે. નક્કી કરી અધિકાર મેળવવો છે કે ભીખ મંગાવી છે. ભાજપે જે જે વાતો કરી છે તે છેવાડાના માણસ સુધી પહોંચી નથી. આદિવાસી, મહિલાઓ, માલધારી, વેપારીઓ અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકાર અમે લાવીશું. ચૂંટણી ઢંઢેરો દ્વારકાધીશની સામે બેસીને તૈયાર કર્યો છે. કોંગ્રેસની સરકારમાં એક મહિનામાં ચૂંટણી ઢંઢેરાના તમામ મુદ્દાની અમલવારી થશે.

જો કે રાહુલ ગાંધીની સભા પહેલા ગુજરાતનાં કોંગ્રેસનાં કેટલાક નેતાઓ મીડિયા સાથેની વાતચીતમા પોતાના વિવિધ મંતવ્યો મંતવ્ય ન્યૂઝ સાથે શેર કર્યા હતા. અને જણાવ્યુ હતું કે…. 

સુખરામ રાઠવા :

સુખરામ રાઠવાએ જણાવ્યુ હતું કે, આખા દેશને ગુમરાહ કરીને શાસન મેળવ્યું છે. ગુજરાત મોડેલ,અને દિલ્લી મોડેલ કરીને પ્રચાર કરનાર  બંને સરકારને આપણે જાણીએ છીએ. 27 વર્ષના ખરાબ શાસન સામે 2022માં કોંગ્રેસનું શાસન બનાવીએ.

રઘુ શર્મા : પ્રભારી

ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્મા એ જણાવ્યુ હતું કે, સંસદ થી લઈને રસ્તાઓ સુધી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. કોવિડમાં લોકોને  મરવા માટે મૂકી દીધા હતા,ઓક્સીજીન કે બેડ લોકોને મળ્યા નથી. ડબલ એન્જીન સરકાર નિષ્ફળ ગઈ છે. ઇન્કમ ટેક્સ, ઇડી નો સહારો લઈને લોકોને હેરાન કરે છે. પેપર લીક, ડ્રગ્સ માફિયાઓ, જેવા મોટા કૌભાંડ બહાર આવી રહયા છે. 27 વર્ષ લોકોએ ભાજપને આપ્યા પરંતુ લોકોને હેરાન થવા સિવાય કશું જ મળ્યું નથી.

જીગ્નેશ મેવાણી : ધારાસભ્ય અપક્ષ 

અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાની રાહુલ ગાંધીના આગમન પર જણાવ્યુ હતું કે, બીલકિસ બાનું નામની દીકરી પર દુષ્કર્મ થયું, તમામ આરોપીઓ ને નિર્દોષ છોડીને દીધા. આ ગુજરાતના સંસ્કાર હોય શકે નહીં, ગુજરાત ની આબરૂ નિલામ કરવાની કોશિશ ભાજપે કરી છે.  બળાત્કારિયોને ફરી એકવાર જેલમાં મોકલવામાં નહીં આવે ત્યાં સુધી લડીશું. આવા લોકો છાકટા ના બને તે માટે લડાયક રહી ને લડજો. ભારત ને જોડવા ની યાત્રા શરૂ થશે. આપણે પણ ગુજરાતમાં યાત્રા શરૂ કરીશું.

લલિત કગથરા ધારાસભ્ય કોંગ્રેસ

કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરા એ જણાવ્યુહતું કે, જે પોષતું તે મારતું આ નિયમ છે, ગુજરાતની પ્રજા રાહ જુએ છે,ભાજપ થી મુક્ત કરવો, અમને નોકરી આપો, ખેતીમાં ભાવ આપો, મોંઘવારી ઘટાડો, લોકો રાહ જોઈ રહયા છે.

ખુરશીઓ ખાલી

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહેતા અંતિમ સમયે કોંગ્રેસ નેતાઓએ ગાડીઓ દોડાવી હતી. Maruti eeco અને બસ ભરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતથી કાર્યકરો લવાયા હતા. રાહુલ ગાંધીનો કાફલો વલ્લભ સદન જવા નીકળી ગયો બાદમાં કોંગ્રેસ કાર્યકરોનો કાફલો નીકળ્યો હતો. ગાડીઓ ભરીને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોને રિવરફ્રન્ટ લઈ જવાયા હતા.

અને વલ્લભ સદન પાછળ બૂથના યોદ્ધાઓના સંમેલનને સંબોધશે, ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ બપોરે બે વાગ્યા આસપાસ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં પ્રાર્થના સભામાં જોડાઈ ગાંધીબાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ મેળવશે.11 વાગ્યાના કાર્યક્રમના 12 વાગ્યે પણ ઠેકાણા નહીં, કોંગ્રેસના કાર્યકરો જ ડોકાયા નહીં, 50% જેટલી ખુરસીઓ ખાલી જોવા મળી રહી છે. ગામડેથી આવેલા કાર્યકરો ખેડૂતના પોશાકમાં આવ્યા હતાં અને જય જવાન કિસાનના નારા લગાવ્યા હતાં. જગદીશ ઠાકોરે કહ્યું 10મી સપ્ટેમ્બરે ગુજરાત બંધ રાખીશું.

પાર્ટીના નેતાઓએ કહ્યું કે આ વખતે તેઓ આગામી ચૂંટણી માટે બૂથ સ્તરના કોંગ્રેસના કાર્યકરોને એકત્ર કરશે અને પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. 7 સપ્ટેમ્બરે પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ શરૂ થવાના બે દિવસ પહેલા ગાંધીની ગુજરાત મુલાકાત છે. આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે અને લગભગ 150 દિવસની આ પદયાત્રામાં 3,500 કિલોમીટરનું અંતર કાપશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી
પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ મહિનાના લાંબા પ્રચાર માટે તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આ દરમિયાન પ્રચાર કરશે. તેમણે કહ્યું કે પાર્ટી 15 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું લક્ષ્ય ધરાવે છે.

Science/ ગ્લોબલ વોર્મિંગ અટકે તો પણ સમુદ્રનું સ્તર એક ફૂટ વધશે, તો શું આવશે પરિણામ ?