Not Set/ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ, 1 મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલી આપવાના હતા હાજરી

રાહુલ ગાંધી ગુજરાત આવી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરાવશે અને દાહોદમાં જ રાહુલ ગાંધી સભાને સંબોધન કરવાના હતા,

Ahmedabad Top Stories Gujarat
રાહુલ ગાંધી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. જેમાં તારીખ 1 મેના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરાવશે અને દાહોદમાં જ રાહુલ ગાંધી સભાને સંબોધન કરવાના હતા, પરંતુ  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા.

ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું હતુ.1 મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા ગુજરાત કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતુ. કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યગ્રાહ રેલીનુ આયોજન કરાયું હતુ.ગુજરાત કોગ્રેસના નેતાની હાજરીમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ એક પછી એક રણનીતિ ઘડી રહ્યુ છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાત પ્રવાસનું આયોજન કર્યુ હતુ. 1 મેના રોજ રાહુલ ગાંધીએ ગુજરાતમાં દાહોદમાં કોંગ્રેસની બેઠક યોજવાનું નક્કી કર્યુ હતુ. દાહોદમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ સંગઠનના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા. જો કે હવે કોંગ્રેસ નેતાઓની હાજરીમાં જ દાહોદમાં આ કાર્યક્રમ યોજાશે.

દાહોદમાં યોજાનારી આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે આવતીકાલે બેઠક પણ મળશે. રાહુલ ગાંધીનો પ્રવાસ તો કેન્સલ થયો છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની આગેવાની એક મહત્વની બેઠક યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસ પક્ષનાપ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આ બન્ને નેતાઓની યોજાનાર આ બેઠકમાં કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યો હાજર રહશે.

મહત્વનું છે કે ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જીતવા માટે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક ગુજરાત પ્રવાસ વધી ગયો છે.

આ પણ વાંચો:હું હાલ કૉંગ્રેસમાં છું, પરંતુ કેટલાંક લોકો ઈચ્છે છે કે હું કોંગ્રેસ છોડું : હાર્દિક પટેલ

ગુજરાતનું ગૌરવ