Kapadvanj News : કપડવંજ ટાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના દરોડા દરમિયાન વિદેશી દારૂના જત્થા સાથે દાજે સાડા છ લાખ રૂપિયાવનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ કેસની વિગત મુજબ એસએમસીના અધિકારીઓને માહિતી મલી હતી કે કપડવંજ ટાઉનમાં વિદેશી દારૂનુ વેચાણ થઈ રહ્યું છે.
જેને પગલે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં રૂ.4,99,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે કુલ રૂ.6.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જોકે ચાર આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. કપડવંજમાં એસએમસીના દરોડા પડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
બીજીતરફ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ખળભળાટ ફેલાયો છે. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ
આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી