રાજ્ય માં થોડાક દિવસ પહેલા જ વાવાઝોડા ની અસર વચ્ચે વરસાદ પડ્યા બાદ હવે ફરી હવામાન માં પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેંમા હવામાન વિભાગ ના સૂત્રો ના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
આગામી 24 કલાક દરમિયાન રાજ્ય માં વાદળીયું વાતાવરણ રહેવા સાથે કેટલીક જગ્યા એ બફારો અને સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થઈ છે. શનિવારે અમદાવાદમાં વહેલી સવારે વાદળિયું વાતાવરણ સર્જાતાં ગરમીથી રાહત રહી હતી, પરંતુ ગરમ પવનની અસરથી બપોરના 12 વાગ્યા બાદ ગરમીમાં ક્રમશ વધારો થયો હતો.
સમગ્ર રાજ્યમાં 41.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ડીસા-40.6, અમરેલી-39.8, કંડલા એરપોર્ટ-39.7, કંડલા પોર્ટ- 38.6, અમદાવાદ અને ગાંધીનગર -38.5, ભાવનગર અને ભુજ-38.4 અને વલ્લભ વિધાનગરમાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્ય માં વહેલી સવારે વાદળિયા વાતાવરણ બાદ બપોર પછી બફારો વધતાં લોકો પરેશાન થઈ ગયા હતા.