Gandhinagar News: હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના વિસ્તારોમાં ભારે વરસાદની (Heavy rain Forcast) આગાહી કરી છે. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. આજે, મંગળવાર, 22 ઓક્ટોબર, 2024, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી દ્વારકા, બોટાદ તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે આગામી 22થી 25 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. તેમણે જણાવ્યું હતું કે બંગાળમાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે અને વરસાદ પણ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું ઊભુ થઈ શકે છે. દિવાળી સુધીમાં હવામાનમાં સતત પલટો આવી શકે છે. આ સાથે અંબાલાલે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર મહિનાના અંત સુધી જોવા મળશે.
હવામાનની સચોટ આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ નવી આગાહી કરી છે. પતેમણે કહ્યું કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહી શકે છે.આ સિવાય પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં નૈઋત્ય ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ પડતો હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ કેમ નથી લેતો ? ઓક્ટોબરમાં અંગ દઝાડતી ગરમી અને વરસાદ
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, 12 તાલુકામાં બેથી પાંચ ઇંચ વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, આ જીલ્લાઓ પણ ભીંજાયા, IMDની વરસાદને લઈ મોટી આગાહી