Not Set/ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, કુમારબંધ કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા

સુરત છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદી માહોલ છવાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વઘઈમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલોડ અને વ્યારામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અંબિકા, ઓરંગા નદીનું જળ સ્તર પણ વધ્યું છે. વઘઇ […]

Top Stories Gujarat Surat Trending
photo 1 સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, કુમારબંધ કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા

સુરત

છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદી માહોલ છવાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વઘઈમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલોડ અને વ્યારામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

photo સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, કુમારબંધ કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા

જ્યારે અંબિકા, ઓરંગા નદીનું જળ સ્તર પણ વધ્યું છે. વઘઇ તાલુકાનાં ગામડાઓને સાંકળતી અંબિકા નદીમાં પણ હાલમાં ચાલુ ચોમાસાની સીઝનમાં પાણીની આવક સાથે ગાંડીતુર બની વહેતી જોવા મળી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણીનાં નીર રેલાયા હતા.કુમારબંધ .તાપી જિલ્લામાં મેઘરાજએ ત્રીજા દિવસે મેઘ માહેર યથાવત રાખી હતી.

મેઘરાજાએ ફરી મહેર રાખતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.સમગ્ર ભારત પર રચાયેલી વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 25 ઓગસ્ટ સુધી અવિરત અને ભારે-મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. photo 2 સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, કુમારબંધ કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તે સિવાય મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે… મહુવા તાલુકામાં ભારે વરસાદના પગલે ઓલણ નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થતા મહુવારિયા અને માછીસાદડા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરક થઈ જતાં લોકોએ જીવના જોખમે કોઝવે પરથી પસાર થવાનો વારો આવ્યો છે.