Gandhinagar News: ગુજરાતમાં વરસાદ (Gujarat rainfall)અટકવાનો નામ નથી લઈ રહ્યો. ગુજરાતમાં હજુ પણ અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2.5 ઈંચ અને સુરેન્દ્રનગરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ઉપરવાસમાંથી આવતા સતત પાણીના લીધે મહેસાણામાં ધરોઈ બંધ (Dharoi Dam) ની સપાટી 620 ફૂટે પહોંચી છે. આમ ધરોઈ બંધ 622 ફૂટની ભયજનક સપાટીથી ફક્ત બે ફૂટ જ દૂર છે. જો ધરોઈ બંધ છલકાશે તો દાયકાઓ પછી પહેલી વખત આ પ્રકારની ઘટના બનશે. તેથી કેટલાક મજાકમાં પણ કહે છે કે ધરોઈ બંધ છલકાય ત્યારે જ રાજ્યમાં પૂરેપૂરો વરસાદ પડ્યો છે તેમ કહેવાય.
ગુજરાતમાં 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ થયો છે
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા મુજબ, સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2.5 ઈંચ અને સુરેન્દ્રનગરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 10 તાલુકાઓમાં 1 થી 3 ઈંચ વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા મુજબ, સોમવાર સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકા એવા છે જ્યાં એકથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા મુજબ, સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ કેમ નથી લેતો ? ઓક્ટોબરમાં અંગ દઝાડતી ગરમી અને વરસાદ
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, 12 તાલુકામાં બેથી પાંચ ઇંચ વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, આ જીલ્લાઓ પણ ભીંજાયા, IMDની વરસાદને લઈ મોટી આગાહી