રાજકોટમાં ભારે વરસાદ શરૂ થયો છે. શહેરભરમાં પાણી ભરાયા છે તો નીચાણ વાળા વિસ્તારોમાં આવેલા અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા છે કારણકે તે પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાનાં ન્યારી-ર ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના ૪ દરવાજા ૨ (બે) ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી અને તરધડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. શાળા અને કોલેજોમાં રજાઓ જાહેર કરાવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં આજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાક સુધી નીચેની વિગતે વરસાદ નોંધાયો છે
ઉપલેટા ૧૧. મી. મી.
કોટડા સાંગાણી ૧૧૬
ગોંડલ. ૫૬
જેતપુર. ૧૩
જસદણ. ૦૯
જામ. કંડોરણા. ૧૬
ધોરાજી. ૧૮
પડધરી. ૧૯
રાજકોટ સીટી. ૯૧
લોધીકા. ૮૯
વિંછીયા. ૦૮
આ પણ વાંચો : સુરતનાં ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 15.62 ઇંચ વરસાદ : લોકો પરેશાન