Not Set/ એક ગ્લાસ નદીનું પાણી પીને તો જુવો, શહેરના માર્ગો પર આસાનીથી ઘરે પહોંચીને જુવો…

 ઘર થી 2 કી.મી નીકળતા જ..રસ્તા માં 10 કે 20 ખાડા ક્રોસ કરવા..
આ 2 કિ.મી પસાર કરતા પહેલા રોડ વચ્ચે કબ્જો જમાવીને બેસેલ ગાયોના ટોળા વચાળે કુનેહથી વાહન કાઢવું…
સાંજના અંધારા વચ્ચે ધુમ્મસ જામ્યું હોય તેમ પ્રદૂષણયુક્ત વાતાવરણ વચ્ચેથી નીકળવું…
રસ્તામાં આવતા એરિયાઓમાં ભરાયેલા પાણી અને ભૂવાઓ વચ્ચેથી પસાર થઈને નીકળવું. …

Top Stories Gujarat Others Trending
adhar link 2 8 એક ગ્લાસ નદીનું પાણી પીને તો જુવો, શહેરના માર્ગો પર આસાનીથી ઘરે પહોંચીને જુવો...

આ છે એક એવી ચેલેંજ કે જે મોટાભાગે રોજ શહેરવાસીઓ આ સમય દરમ્યાન વેઠી રહ્યા છે.  આ એક રોડ પરના પડકારોની જ વ્યથા છે. બાકી લોકોની પીડા તે જ છે કે, ભયાનક રોગચાળા બાદ થોડો હાશકારો લઇ રહેલ પ્રજાને હાલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ઘમરોળી રહ્યો છે. તો બીજી તરફ મોંઘવારીનો માર, બેરોજગારી અને બેકારી છે. બજારોમાં ભીડ છે પરંતુ દુકાનોમાં પગરવ ઓછો છે. કહેવાનો આશય છે કે, લોકોની પરેશાની કોરોના બાદ પણ ઘટવાનું નામ નથી લઇ રહી.

rina brahmbhatt1 એક ગ્લાસ નદીનું પાણી પીને તો જુવો, શહેરના માર્ગો પર આસાનીથી ઘરે પહોંચીને જુવો...

તો બીજી તરફ, આ સ્થિતિ વચ્ચે પણ નગરપાલિકાઓ અને રાજ્ય સરકારની એટલી જ બેદરકારી સામે આવી રહી છે. હાલમાં પાછલા કેટલાક સમયથી મૃતપાય થતી જતી સાબરમતી નદીને બચાવવા હાઇકોર્ટ મેદાને પડી છે, રોજે રોજ જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ઠપકારવા છતાં આ બંને સંસ્થાનો બેશરમીનું ઉદાહરણ બની રહી છે. આ વિશે અખબારોમાં તબક્કાવાર રોજેરોજ હાઇકોર્ટનો અહેવાલ પ્રસિદ્ધ થઇ રહ્યો છે. પરંતુ કુદરતી સંશાધનોની દુશ્મન બની ચુકેલી આ બંને સંસ્થાનોના પેટનું પાણી પણ જાણે નથી હલી રહ્યું.

adhar link 2 10 એક ગ્લાસ નદીનું પાણી પીને તો જુવો, શહેરના માર્ગો પર આસાનીથી ઘરે પહોંચીને જુવો...

નદીને ગટરમાં તબદીલ કરી ચૂકેલ મ્યુ. ની કેમિકલ કંપનીઓ સાથેની સાંઠગાંઠનો પર્દાફાશ કોઈ નવી બાબત નથી. અને તેથી જ કોર્ટે કહ્યું હતું કે, 1948 માં આ નદીમાં પાણી પીવાલાયક હતું , પરંતુ આજે તે પીવાલાયક તો દુર રહ્યું પણ  વાપરવાલાયક પણ નથી. અને અગર હોય તો ચાલો આપણે બધા તેમાંથી એક એક ગ્લાસ પાણી પીયે ..અને સાચું કહું તો જયારે સત્તામાં બેઠેલા લોકો સત્તાને ઘોળી પીવે છે ત્યારે કોર્ટે ભલે સરકાસ્ટિકલી આ વિધાન કર્યું હોય પરંતુ જવાબદાર તમામ લોકોને વધુ નહીં તો કઈ નહીં પણ આ પાણી એક એક ગ્લાસ પીવડાવવું જ જોઈએ. જેથી તેમને ખ્યાલ આવે કે, આવું પાણી શું નુકસાન કરી શકે? અને આ કુદરતી સ્ત્રોત્ર હોવા છતાં તમે તેની શું હાલત કરી છે ? અને આ જ તેમની સજા હોવી ખપે..

adhar link 2 11 એક ગ્લાસ નદીનું પાણી પીને તો જુવો, શહેરના માર્ગો પર આસાનીથી ઘરે પહોંચીને જુવો...

અન્યથા કુદરત પણ કદાચ ચિત્કાર કરી તેમ કહી રહી છે કે, બસ હવે બસ લાલચનો આ નગ્ન નાચ બંધ કરી નદીને કોઈપણ ભોગે બચાવો…બને કે આ છેલ્લી તક હોય.. સરસ્વતી નદી પણ કદાચ આવા ગંદા લોકોની ગંદી હરકતોથી જ વ્યથિત થઇ લુપ્ત થઇ ગઈ હશે. ગંગાને તો આ લોકોએ પાપો ધોઈ ધોઈ તે હદે મેલી કરી દીધી છે કે, ગંગા સ્વયંમ પૃથ્વી પર તેની ધારાઓ રેલાવી હવે પસ્તાતી હશે…

આ માટે અહીં લખાય તેટલું ઓછું છે. પરંતુ આ જ સ્થિતિ અમદાવાદના કેટલાક પૂર્વ પટ્ટા વિસ્તારોની પણ છે કે,જ્યાં હવામાં સતત ઝેર વહી રહ્યું છે. અને આ વિસ્તારના લોકોના ફેફ્સાઓ આ ઝેરથી ક્ષય પામી રહ્યા છે તેમછતાં વિકાસના નામે ચરી ખાતા લોકો કેમિકલનો બેફામ ઉપયોગ કરવા દઈ લોકોના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે.. આવો જ સીન ગાયોના આતંકિત કરતા ટોળાઓનો પણ છે. મ્યુ નું ઢોર ત્રાસ અંકુશ નિવારણ આખું ખાતું ઉભું કરેલું છે કે જે દર મહિને આવા રખડતા ઢોરો પકડવા 6 લાખ જેટલો ખરચ દર મહિને કરે છે પરંતુ તેમછતાં હાલાકી બરકરાર છે.

રસ્તે થી ઘરે જતા જતા લોકો કેટલા પ્રશ્નો અને હાલાકીઓ વેઠે છે તે શું સત્તધારીઓના ધ્યાનમાં નથી આવતું? માર્ગ મંત્રી પૂર્ણેશ મોદીએ આ મુદ્દે પ્રજા સાથે મજાક કરી હોય તેવો જ સીન હમણાં તો રોડ પરના ખાડાઓને લઈને છે.. ત્યારે અહીં કહેવાનો આશય તેટલો જ છે કે, લોકશાહીમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થતું હોયછે ત્યારે પંચાયત થી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ જો તેમની જવાબદારીમાંથી હાથ ખંખરે તો લોકોની હાલાકી બેહતાશા વધે જ ..

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક

મહાભારત / એકલવ્યનો જન્મ શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા બાદ દ્રૌપદીના ભાઈ તરીકે થયો હતો

સર્વ પિતૃ અમાવસ્યા 2021 / જાણો સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે? અને આ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ

મિત્રતા / જાણો તમારી કુંડળીના ગ્રહોથી તમારો મિત્ર કેવો હશે

રત્ન ભંડાર / રત્નોથી પણ ઘણા રોગોની સારવાર શક્ય છે, જાણો નવગ્રહોના મુખ્ય રત્નો

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત