Not Set/ અમદાવાદમાં મોડી રાતથી જ ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રેથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં પણ શહેરનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રવિવારથી શરૂ થયેલા નોરતાનાં પ્રથમ દિવસે ખેલૈયાઓનાં હાથમાં નિરાશા જ આવી હતી. જો કે શહેરનાં ઘણા વિસ્તારોમાં વરસાદ ન હોવાથી ખેલૈયાઓ ગરબાનાં તાલે ઝૂમી શક્યા હતા. અમદાવાદનાં પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ […]

Top Stories Ahmedabad Gujarat
amd અમદાવાદમાં મોડી રાતથી જ ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રેથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં પણ શહેરનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રવિવારથી શરૂ થયેલા નોરતાનાં પ્રથમ દિવસે ખેલૈયાઓનાં હાથમાં નિરાશા જ આવી હતી. જો કે શહેરનાં ઘણા વિસ્તારોમાં વરસાદ ન હોવાથી ખેલૈયાઓ ગરબાનાં તાલે ઝૂમી શક્યા હતા.

અમદાવાદનાં પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ રહ્યો. ખાસ કરીને શહેરનાં લાલ દરવાજા, આંબાવાડી, રાયપુર, ખાડિયા, આસ્ટોડિયા સહિત ગોતા, સેટેલાઇટમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. મધરાત્રીથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારો એવા પણ હતા કે જ્યા વરસાદનાં કારણે નવરાત્રીમાં માત્ર આરતી જ થઇ શકી હતી.

રાજ્યમાં મેઘ મહેર મેઘ કહેર સમાન સાબિત થઇ રહી છે. ગઇકાલથી જ મેટ્રોસિટી અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં વરસાદી કહેર યથાવત છે. ગઇ કાલે નવરાત્રીનું પહેલુ નોરતુ હતુ જે વરસાદનાં કારણે ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો. જો કે નવરાત્રી હોય અને ખેલૈયાઓ ગરબાનાં તાલે ન ઝૂમે તેવુ બની શકે નહી, ઘણા વિસ્તારોમાં ચાલુ વરસાદે પણ ઘણા ખેલૈયાઓ ગરબા રમતા જોવા મળ્યા હતા. જો કે વરસાદનાં કારણે આયોજકમાં ચિંતાનો માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદ યથાવત રહે તેવી આગાહી કરી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

 https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.