Not Set/ રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલો નોંધાયો

બુધવારની સવાર ગુજરાતવાસીઓ માટે ખૂબ આનંદદાયક રહી છે કેમ કે આજે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

Top Stories Gujarat Others
તાઉતે વાવાઝોડું 27 રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલો નોંધાયો
  • તાઉતે વાવાઝોડાને પગલે વરસાદની સ્થિતિ,
  • રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ,
  • 7 તાલુકાઓમાં 6 થી 10 ઇંચ સુધી વરસાદ,
  • 17 તાલુકાઓમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ,
  • 32 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ,
  • 35 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ,
  • 54 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ,
  • 81 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ

બુધવારની સવાર ગુજરાતવાસીઓ માટે ખૂબ આનંદદાયક રહી છે કેમ કે આજે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ છે.

તાઉતે વાવાઝોડું 28 રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલો નોંધાયો

વાવાઝોડાનું સંકટ / વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા 

તાઉતે વાવાઝોડુ ગુજરાતમાંથી હવે રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ પ્રયાણ કરી રહ્યુ છે. પરંતુ આ પહેલા વાવાઝોડાનાં કારણે રાજ્યનાં અલગ-અલગ તાલુકાઓમાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓ વરસાદ નોંધાયો છે. જેમા 7 તાલુકાઓમાં 6 થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. તો વળી 17 તાલુકાઓમાં 4 થી 6 ઇંચ, 32 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ, 35 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ, 54 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ, 81 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

તાઉતે વાવાઝોડું 29 રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલો નોંધાયો

કુદરત કોપાયમાન…! / કોરોના બાદ તા-ઉતેની તબાહી યથાવત,વધુ એક વાવાઝોડાનો મંડરાતો ખતરો

આપને જણાવી દઇએ કે, ચક્રવાત ‘તાઉતે’ એ કોરોના સંકટ સાથે સંઘર્ષ કરી રહેલા ભારતનાં ઘણા રાજ્યોમાં પોતાનો કહેર વરસાવ્યો છે. કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાંડવ મચાવ્યા બાદ તે હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ છે, પરંતુ તેની અસર આસપાસનાં રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે જાહેરાત કરી હતી કે ચક્રવાતને કારણે દિલ્હી, યુપી, એમપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આજે માત્ર દિલ્હીમાં જ નહી પણ યુપીનાં ઘણા શહેરોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આઇએમડી દ્વારા આજે અને આવતીકાલે પણ અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 13 રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલો નોંધાયો