ગઇકાલે વરસેલા ભારે વરસાદને કારણે અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગરબા રસિકો તેનાથી ભારે ચિંતામાં છે. તેના કરતાં પણ વધારે ચિંતાનો માહોલ ગરબા આયોજકોમાં જોવા મળી રહ્યો છે.
ગઇકાલે સાંજે પડેલા વરસાદ ને કારણે અંડવાના જીએમડીસી ગ્રાઉન્ડ વિસ્તાર માં પાણી ભરાઈ ગયા છે. અને 29 તારીખ થી શરૂ થતી નવરાત્રિની તૈયારીને આખરી ઓપ અપાય તે પહેલા પર સમગ્ર તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે.
જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરતાં ત્યાં લગાવવામાં આવતા સ્ટોલ, ગરબા રમવાનો વિસ્તાર, તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણીને કારણે ગરબા આયોજકોની ચિંતા પણ અનેક ગણી બધી ગઈ છે. તો સાથે સાથે ખેલૈયાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે.
આ પણ જુવો :
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.