ગુજરાત ન્યૂઝ : રાજ્યમાં આ સપ્તાહે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. અનેક સ્થાનો પર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આ સપ્તાહના મધ્યમાં ઠેર-ઠેર હળવો વરસાદ જોવા મળ્યો. વાતાવરણમાં અચાનક પલટો આવતા જામનગર, ડાંગ અને ભરૂચમાં મેઘરાજાએ પધરામણી કરી છે. વરસાદના આગમન સાથે લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે. વરસાદનું આગમન થતા ધરતીપુત્રો માટે વધુ આનંદદાયક બની રહ્યું.
રાજ્યમાં જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. જામનગરમાં ખાવડી, પડાણા અને ચેલા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો. વરસાદી માહોલ જામતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ખેડૂતો હંમેશા વરસાદની રાહ જોતા હોય છે. ત્યારે મેઘરાજાએ સમયસર પધરામણી કરતા તેમના આનંદમાં વધારો થયો છે. જામનગર ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો. ડાંગમા સતત ચોથા દિવસે વરસાદ પડ્યો. મોટાભાગે બપોર બાદ વરસાદનું આગમન થયું.
વઘઇ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ જોવા મળ્યો.
સાપુતારામાં વરસાદ પડતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. સાપુતારાને ગુજરાતનું સ્વીટર્ઝલેન્ડ કહેવાય છે અને વરસાદમાં ચારેબાજુ લીલોતરીના લીધે આ સમયમાં અંહી લોકો મુલાકાત લેવાનુ વધુ પસંદ કરે છે. સાપુતારમાં ધોધમાર તો ભરૂચમાં મેઘરાજાનું ધીમીધારે આગમન થયું. હાંસોટ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. હાંસોટ તાલુકાના અનેક ગામોમાં વરસાદ આવતા ધરતીપુત્રોમાં આનંદ માહોલ જોવા મળ્યો.
આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ
આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો
આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા