Not Set/ ભીષણ અકસ્માત: આમજા ગામના 5 મિત્રોના મોત, ભાજપના સક્રિય સભ્ય ભરતભાઈનું પણ થયું મોત

રાજસ્થાન, રાજસ્થાન સ્થિત રામાપીરની સમાધિના દર્શન કરીને પરત ફરી રહેલા કલોલ તાલુકાના આમજા ગામના 5 મિત્રોની કારને શેરગઢ જિલ્લામાં 54 મિલ વિસ્તાર નજીક હાઇ વે પર ટ્રક સાથે અકસ્માત નડતા તેમના મૃત્યુ થયા હતા. અકસ્માતના ખબર મળતા આમજાથી પરિવારજનો શેરગઢ પહોંચ્યા હતા. મૃતકોના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યુ હતુ અને સમગ્ર ગામમાં શોક છવાયો હતો.અકસ્માતમાં […]

Gujarat Trending
mantavya 32 ભીષણ અકસ્માત: આમજા ગામના 5 મિત્રોના મોત, ભાજપના સક્રિય સભ્ય ભરતભાઈનું પણ થયું મોત

રાજસ્થાન,

રાજસ્થાન સ્થિત રામાપીરની સમાધિના દર્શન કરીને પરત ફરી રહેલા કલોલ તાલુકાના આમજા ગામના 5 મિત્રોની કારને શેરગઢ જિલ્લામાં 54 મિલ વિસ્તાર નજીક હાઇ વે પર ટ્રક સાથે અકસ્માત નડતા તેમના મૃત્યુ થયા હતા.

અકસ્માતના ખબર મળતા આમજાથી પરિવારજનો શેરગઢ પહોંચ્યા હતા. મૃતકોના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યુ હતુ અને સમગ્ર ગામમાં શોક છવાયો હતો.અકસ્માતમાં મોતને ભેટેલા તમામ ખેતીનો વ્યવસાય કરતા હતા. તેમાં 3 ચૌધરી અને 2 પટેલ જ્ઞાતિના હતા

શેરગઢના પોલીસ અધિકારી સવાઇસિંહ સોઢાએ કહ્યું કે, ભીષણ અકસ્માત સર્જાયાના કારણે કાર ટ્રકની નીચે ઘુસી ગઇ હતી અને દરવાજા કાપીને મૃતકોને બહાર કઢાયા હતા. સ્થળ પર 4 મિત્રોના અને 1નું જોધપુરની એમડીએમ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ.

ભાજપના સક્રિય સભ્ય ભરતભાઇને હોસ્પિટલ ખસેડાયા બાદ તેનું મૃત્યુ થયુ હતુ. તેના મોબાઇલ ફોનમાં છેલ્લા નંબર પર ફોન કરીને પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી હતી. 7મીએ આમજા ગામે સેવાસેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કરૂણાંતિકાના પગલે કલોલ પ્રાત અધિકારી દ્વારા આમજા ગામે આ કાર્યક્રમ મોકુફ રાખીને મુબારકપુર ગામે રાખવામાં આવ્યો છે.