Not Set/ Rajasthan Election 2018: BJP ભલે પાછળ ચાલી રહી હોય પરંતુ રાણીએ બતાવી તાકાત

રાજસ્થાન, રાજસ્થાનમાં છેલ્લા બે દાયકાથી દરેક ચૂંટણીમાં સત્તા પરિવર્તન જોવા મળે છે. આ વખતે પણ રાજ્યની જનતાએ એક વાર ફરી કોંગ્રેસ પર વિશ્વાસ રાખ્યો છે, આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. જો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિજયની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય  જનતા પાર્ટીએ ઇતિહાસ બદલવાના દાવા કર્યા હતા, પરંતુ તે માત્ર ચૂંટણી […]

Top Stories India Trending
Vasundhara raje 1 Rajasthan Election 2018: BJP ભલે પાછળ ચાલી રહી હોય પરંતુ રાણીએ બતાવી તાકાત

રાજસ્થાન,

રાજસ્થાનમાં છેલ્લા બે દાયકાથી દરેક ચૂંટણીમાં સત્તા પરિવર્તન જોવા મળે છે. આ વખતે પણ રાજ્યની જનતાએ એક વાર ફરી કોંગ્રેસ પર વિશ્વાસ રાખ્યો છે, આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. જો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિજયની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય  જનતા પાર્ટીએ ઇતિહાસ બદલવાના દાવા કર્યા હતા, પરંતુ તે માત્ર ચૂંટણી પૂરતા રહી ગયા છે.

વર્તમાન ચૂંટણી પરિણામથી એક વાત પણ સ્પષ્ટ દેખાય છે કે મુખ્યમંત્રી વસુંધરા રાજે વિરુદ્ધ જે વાત કરવામાં આવી હતી અને એક્ઝિટ પોલમાં કોંગ્રેસ દ્વારા ક્લીન સ્વીપ કરવાના જે આંકડાઓ આવ્યા હતા, અસલમાં પરિણામથી વિરુદ્ધ આવી રહ્યા છે.

વાસ્તવમાં, 2003 અને 2008 અને 2013 ની ચૂંટણીના પરિણામો જોઇએ તો, દરેક ચૂંટણીમાં સત્તા પરિવર્તન થયું, પરંતુ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો મત રસપ્રદ રહ્યો.

2003ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 120 બેઠકો મળી હતી અને વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી. વસુંધરા રાજે પ્રથમ વખત રાજ્યની કમાન સંભાળી હતી. ત્યારબાદ 2008ની ચૂંટણી થઇ, તો કોંગ્રેસને 96 બેઠકો મળી અને બીજેપી 78 બેઠકો સાથે બહુમતીથી 22 બેઠકો દૂર રહી.

એટલે કે સત્તા વિરોધી વાવાઝોડું હોવા છતાં 2008માં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપને 78 બેઠકો મળી. તે જ સમયે, 2013ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપએ કોંગ્રેસને નહી માત્ર સત્તામાંથી બહાર કાઢ્યું, પણ 163 બેઠકો મેળવી અને એકતરફ વિજય મેળવ્યો અને કોંગ્રેસમાં ફક્ત 21 બેઠકો જ રહી. અત્યાર સુધી જે પરિણામ આવે છે, તેમાં કોંગ્રેસને બહુમતીના આંકડામાં જ આગળ વધી રહી છે, જયારે ભાજપ 80 થી વધુ બેઠકો પર આગળ છે.  હુજી તો ફાઈનલના પરિણામો આવવાના બાકી છે.

રાજસ્થાન : CM વસુંધરા રાજે ઝાલરા પાટણ બેઠક પરથી 4055 મતોથી આગળ