Not Set/ Rajasthan Election 2018: અબકી બાર… કોંગ્રેસ સરકાર

રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓના રુઝાનની શરૂઆત થઈ ચુકી છે. 12 બેઠકોના રુઝાનમાં કોંગ્રેસ 7 સીટો પર આગળ વધી રહી છે, જ્યારે બીજેપી 5 પર આગળ વધે છે. રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણીએ યોજાઈ હતી. અહીં 7 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ વખતે ચૂંટણી જંગમાં કુલ 4,74,79,402 મતદાતાઓએ 2274 ઉમેદવારોના નસીબને મતદાન મશીનમાં કેદ […]

Top Stories India Trending
mantavya 97 Rajasthan Election 2018: અબકી બાર... કોંગ્રેસ સરકાર

રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓના રુઝાનની શરૂઆત થઈ ચુકી છે. 12 બેઠકોના રુઝાનમાં કોંગ્રેસ 7 સીટો પર આગળ વધી રહી છે, જ્યારે બીજેપી 5 પર આગળ વધે છે. રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણીએ યોજાઈ હતી. અહીં 7 ડિસેમ્બરે મતદાન થયું હતું.

આ વખતે ચૂંટણી જંગમાં કુલ 4,74,79,402 મતદાતાઓએ 2274 ઉમેદવારોના નસીબને મતદાન મશીનમાં કેદ કર્યું છે. પ્રદેશમાં 142 બેઠકો સામાન્ય, 34 બેઠકો અનુસૂચિત જાતિ અને 25 બેઠકો અનુસૂચિત જનજાતિ વર્ગ માટે આરક્ષિત છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર લગભગ 72 ટકા લોકોએ પોતાના મતનો ઉપયોગ કર્યો છે.

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઇ, જેમાં છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિજોરમમાં શાંતિપૂર્ણ રીતે મતદાર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ ચૂંટણીને 2019માં આવનારી લોકસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે. આથી તમામ પાર્ટીઓનું ભવિષ્ય 11 ડિસેમ્બરે આવશે. એટલે કે આજે 11 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવ્યું.

અજમેર ઉત્તરમાં ભાજપ અને અજમેર સાઉથમાં કોંગ્રેસ આગળ અજમેર ઉત્તરથી વસુંધરા સરકારના શિક્ષણ મંત્રી વાસુદેવ દેવનાની અને અજમેરથી કોંગ્રેસ ઉમેદવાર હેમંત ભાટી આગળ ચાલી રહ્યા છે. આવતીકાલે 11 વાગે મુખ્યમંત્રી માટે ધારાસભ્યોની સાથે ચર્ચા વિચારણા કરશે.

રાજસ્થાનમાં કોંગ્રેસને મળેલી જીતના પગલે જયપુરમાં એક મીટિંગ થઇ હતી. જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે, અશોક ગેહલોતને પોતાના અનુભવના કારણે રાજસ્થાનનું સુકાન સોંપવામાં આવી શકે છે.

રાજસ્થાનમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરી ધમાકેદાર વાપસી કરી છે. જીત બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે જયપુરમાં મુલાકાત કરી અને પાર્ટી કેડરનો આભાર વ્યક્ત કર્યો હતો.

સચિન પાયલટ-ગહેલોતમાંથી કોઇ એકના માથે મુખ્યમંત્રીનો તાજ મળશે જે હાઇકમાન્ડ જ નક્કી કરશે. સચિન પાયલટે ચૂંટણી પ્રચાર દરમિયાન વાયદો કર્યો હતો કે જ્યાં સુધી રાજસ્થાનમાં તેમની પાર્ટીની સરકાર નહીં બને, ત્યાં સુધી તેઓ સાફો નહીં પહેરે. એવામાં હવે એ ઘડી આવી ચૂકી છે કે સચિન પાયલટ સાફો પહેરે.

  • રાજસ્થાન – ઝાલરાપાટણ બેઠક પરથી વસુંધરા રાજેનો 29,000 મતે વિજય

અત્યાર સુધીના વલણોમાં કોંગ્રેસે એકવાર ફરીથી 100 ની જાદુઈ આંકડાઓને પાર કરી છે. એટલે કે કૉંગ્રેસ એક વાર ફરીથી સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

*રાજસ્થાન- ઝાલરાપાટણ બેઠક પરથી વસુંધરા રાજેનો વિજય

https://twitter.com/mantavyanews/status/1072414454942457856

સચિન પાયલટે ચૂંટણી પ્રચાર દરમિયાન વાયદો કર્યો હતો કે જ્યાં સુધી રાજસ્થાનમાં તેમની પાર્ટીની સરકાર નહીં બને, ત્યાં સુધી તેઓ સાફો નહીં પહેરે. એવામાં હવે એ ઘડી આવી ચૂકી છે કે સચિન પાયલટ સાફો પહેરે.

  • રાજસ્થાનમાં પરિણામોની વાત કરીએ તો હાલમાં 199 સીટોમાંથી કોંગ્રેસ 105 સીટો પર આગળ છે. જ્યારે બીજેપી 80 સીટો પર છે.

https://twitter.com/mantavyanews/status/1072367457212473344

  • 10:11 AM- ભાજપના કાર્યકરોમાં ઉદાસી, જયપુર ભાજપ કાર્યાલય પર સન્નાટો

  • 10:15 AM કોંગ્રેસ 101 અને ભાજપ 73 બેઠક પર આગળ
  • mantavya 92 Rajasthan Election 2018: અબકી બાર... કોંગ્રેસ સરકાર
  • રાજસ્થાન : CM વસુંધરા રાજે ઝાલરા પાટણ બેઠક પરથી 4055 મતોથી આગળ.

  • 9:54 AM કોંગ્રેસ 100 અને ભાજપ 69 બેઠક પર આગળ
  • 9:42 AM-કોંગ્રેસ 94 અને ભાજપ 63 બેઠક પર આગળ
  • 9:30AM- રાજસ્થાનમાં 111 બેઠકોના રૂઝાન આવ્યા સામે. 64 પર કોંગ્રેસ, 52 પર ભાજપ અને 3 અન્ય પર બઢત.
  • રાજસ્થાનના જયપુર ખાતેની કોંગ્રેસની ઓફિસ બહાર ફટાકડાઓ તૈયાર રખાયા.

9:00 AM કોંગ્રેસ 44 અને ભાજપ 33 બેઠક પર આગળ
8:50 AM ભાજપ 17 અને કોંગ્રેસ 30 બેઠક પર આગળ