નહેરુ પરિવાર વિરુદ્ધ અશ્લીલ વીડિયો પોસ્ટ કરવા અને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવા મામલામાં ધરપકડ કરવામાં આવી. મળી રહેલી માહિતી અનુસાર બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીને 24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલી દેવામા આવેલ છે. આ પહેલા પાયલને રવિવારે અમદાવાદથી અટકાયત કરવામા આવી હતી, જેની જાણકારી ખુદ પાયલે જ સોશિયલ મીડિયા પર આપી હતી, પાયલની ધરપકડ બાદ તેના પતિ સંગ્રામ સિંહે વડાપ્રધાન મોદીને આ મામલામાં મદદ કરવાની અપીલ કરી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસનાં યુવા નેતા ચર્મેશ શર્માએ પાયલ રોહતગી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, તેમણે પાયલ ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે, ચર્મેશે પાયલ રોહતગી સામે આઈટી એક્ટની કલમ 66 અને 67 હેઠળ કેસ દાખલ કર્યો છે, તેમણે આરોપ મૂક્યો હતો કે રોહતગીએ મોતીલાલ નેહરુને બદનામ કરવા માટે ખોટા આક્ષેપો લગાવીને તેમનુ અપમાન કર્યું છે.
રોહતગીને 6 સપ્ટેમ્બર અને 21 સપ્ટેમ્બરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ઇન્ટાગ્રામા અને ટ્વિટર પર અપમાનજનક સામગ્રી પોસ્ટ કરી હતી. અગાઉ પાયલ રોહતગીને આ મહિનાની શરૂઆતમાં એક નોટિસ આપવામાં આવી હતી અને આ અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે અભિનેત્રીએ ટ્વિટર પર આરોપ લગાવ્યો હતો કે ગાંધી પરિવારનાં દબાણ હેઠળ રાજસ્થાનનાં મુખ્યમંત્રી તેમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે .
જો કે, હવે પાયલ રોહતગીનાં બચાવમાં ભાજપ સામે આવ્યું છે, ત્યારે ભાજપનાં પ્રદેશ પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે કહ્યું કે, અન્ય રાજ્યોમાં શબ્દોની સ્વતંત્રતાનો અવાજ ઉઠાવતી કંગ્રેસે રાજ્ય પોલીસને અમદાવાદ ખાતે એક કલાકારની ધરપકડ કરવા મોકલી હતી, જે શરમજનક છે, તેની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.