રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. સંજુ સેમસનની ટીમે CSK સામેની મેચમાં 11 રન બનાવતા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. રાજસ્થાન પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે ગુજરાત-લખનૌ પહેલાથી જ જગ્યા બનાવી ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ (RR) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ત્રીજી ટીમ બની છે. રાજસ્થાને શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. રાજસ્થાન રોયલ્સ પહેલા, ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ પ્લેઓફમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું હતું.
CSK સામે 151 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ્સે પ્રથમ ઓવરમાં 11 રન બનાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. 11 રન બનાવ્યા એ સુનિશ્ચિત થયું કે રાજસ્થાનનો નેટ રન રેટ (NRR) ગાણિતિક રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) થી નીચે ન જઈ શકે.
દિલ્હી-મુંબઈ મેચમાંથી ચોથી ટીમનો નિર્ણય
ગુજરાત, લખનૌ અને રાજસ્થાનને ક્વોલિફાય કર્યા બાદ હવે પ્લેઓફ માટે માત્ર એક જ જગ્યા બચી છે. જો રોહિત શર્માની ટીમ શનિવારે (21 મે)ની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવે છે, તો RCBની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે. પરંતુ જો દિલ્હીની ટીમ મેચ જીતી જશે તો RCBની સફર ખતમ થઈ જશે.
રાજસ્થાનને 151 રનનો લક્ષ્યાંક મળ્યો હતો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં છ વિકેટે 150 રન બનાવ્યા હતા. મોઇને 57 બોલમાં 93 રનનું યોગદાન આપ્યું જેમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. મોઈન અલીની આઈપીએલ કારકિર્દીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ સિવાય કેપ્ટન એમએસ ધોનીએ 26 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલ અને ઓબેદ મેકકોયે બે-બે વિકેટ લીધી.