Not Set/ #Rajkot/ સરકારનો મોટો નિર્ણય, શહેરમાં બંધ પડેલા ઉદ્યોગો 14 મે થી ધમધમશે

ગુજરાતમાં પણ કોરોનાનો કહેર આજે પણ સરકાર માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો અમદાવાદ છે. જ્યા કોરોનાનાં 6,086 દર્દીઓ છે. રાજ્યમાં કોરોનાનાં કહેર વચ્ચે નોકરી અને ધંધા પર મોટી માર પડી છે. ત્યારે હવે મળી રહેલા સમાચાર મુજબ, રાજકોટમાં નોકરી ધંધા શરૂ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, […]

Gujarat Rajkot
69d39310f9629d916c52681b467095e4 #Rajkot/ સરકારનો મોટો નિર્ણય, શહેરમાં બંધ પડેલા ઉદ્યોગો 14 મે થી ધમધમશે

ગુજરાતમાં પણ કોરોનાનો કહેર આજે પણ સરકાર માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો અમદાવાદ છે. જ્યા કોરોનાનાં 6,086 દર્દીઓ છે. રાજ્યમાં કોરોનાનાં કહેર વચ્ચે નોકરી અને ધંધા પર મોટી માર પડી છે. ત્યારે હવે મળી રહેલા સમાચાર મુજબ, રાજકોટમાં નોકરી ધંધા શરૂ કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, રાજકોટ પહેલેથી જ ઓરેન્જ ઝોનમાં હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહી કોરોનાનાં કેસોમાં ઓછા નોંધાયા છે. જે બાદ હવે રાજકોટનાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારમાં નોકરીધંધા પૂર્વવત કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. આ અંગે CMO સચિવે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનો આંકડો દેશમાં આજે બીજા નંબર પર છે. ત્યારે જો રાજકોટની વાત કરવામા આવે તો અહી કોરોનાનાં કેસ છેલ્લા ઘણા સમયથી ઓછા નોંધાયા છે જેને ધ્યાને લઇને હવે અહી ૧૪ મે થી ઉદ્યોગો ફરી પૂર્વવત કરવા માટે છૂટછાટ મળી ગઇ છે. જો કે તે પહેલા કલેક્ટરની પરવાનગી લેવી પડશે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.