Rajkot/ રાજકોટમાં શ્વાન કરડવાથી વિદ્યાર્થીનું મોત

રાજકોટમાં માતા-પિતાને ચેતવણી રૂપ અને ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. રાજકોટની ભાગોળે આવેલ આણંદપર ગામના એક 15 વર્ષના વિદ્યાર્થીનું શ્વાન કરડ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું છે.

Gujarat Rajkot
વિદ્યાર્થીનું મોત
  • રાજકોટઃ 15 વર્ષના વિદ્યાર્થીનું હડકવાથી મોત   
  • રાજકોટના આણંદપર ગામના સગીરનું મોત  
  • ગોંડલમાં હોસ્ટેલમાં રહીને કરતો હતો અભ્યાસ
  • રજામાં ઘરે આવ્યો તે દરમિયાન શ્વાને ભર્યુ બચકું

Rajkot News: શ્વાન કરડ્યા બાદ રસી લેવામાં બેદરકારી રાખવી એક પરિવારને ભારે પડી છે અને બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટની ભાગોળે આવેલ આણંદપર ગામના એક 15 વર્ષના વિદ્યાર્થીનું શ્વાન કરડ્યા બાદ સારવાર દરમિયાન મોત થયાની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, આણંદપર ગામે રહેતા એક પરિવારનો 15 વર્ષનો પુત્ર ગોંડલ ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યો હતો. માતા-પિતા તેને ફરી હોસ્ટેલ મૂકી આવ્યા અને બે મહિના બાદ અચાનક જ વિદ્યાર્થીની તબિયત બગડી હતી અને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.

ત્યાં બે મહિના બાદ અચાનક જ વિદ્યાર્થીની તબિયત બગડી હતી. વિદ્યાર્થીની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. હડકવાના લક્ષણો દેખાતા બાદમાં વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 14 મહિના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં પણ ઉલટી ઉબકા એને પાણી ગળે ઉતરવામાં સમસ્યા થતી હતી. પરંતુ બાળકને બે દિવસ સારવાર બાદ 16 તારીખ રોજ બાળકનો મૃત્યુ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 16 લોકોને રખડતા શ્વાને બચકાં ભરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. શ્વાનને હડકવા હોય અને તે કરડે તો હડકવા બીજામાં ફેલાઈ શકે પણ તકેદારીના ભાગરૂપે રસી અપાય છે. કારણ કે હડકવા ખુબ જ જાનલેવા રોગ છે. એક વખત હડકવાના લક્ષણો શરૂ થાય એટલે તેની કોઇ દવા નથી અને એકાદ સપ્તાહમાં જ વ્યક્તિનું મોત થવુ નિશ્ચિત છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર