સૌરાષ્ટ્ર,
સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી 5 લોકોના મોત થયા છે. આ મોતમાં રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના સાળાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, બે લોકોના મોત શુક્વારે સવારે થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોના મોત ગૂરૂવારે સાંજે થયા હતા. આરોગ્ય વિભાગે જાહેર કરેલા સ્વાઈન ફ્લૂના આંકડા મુજબ ગુરૂવારે એક સાથે 10 લોકોના સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.