રાજકોટ,
રાજકોટમાંથી એક તાજુ જન્મેલું બાળક મળી આવ્યું છે. ધોરાજીના ભોળા ગામની ઘટના છે ભોળા ગામના પુલ નીચેથી આ બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.
બાળકને કોઇ પુલ નીચે મુકીને જતું રહ્યું હોય તેવી આશંકા દેખાઇ રહી છે. બાળક આવી રીતે મળી આવતાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ જન્મેલા બાળકને 108ની મદદથી ધોરાજીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. જેથી હાલ આ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ બાળકને પુલ નીચે કોણ મુકીને જતું રહ્યું તે અંગે તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે.