રાજકોટ,
રાજકોટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અશોક ડાંગરની નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાએ રાજકોટ કોંગ્રેસને નવા સુકાની આપ્યા છે.
આગામી લોકસભાની ચૂંટણીને લઈને અશોકભાઈ ડાંગરની નિમણુંક કરાઈ છે. અશોક ડાંગરે રાજકોટ મહાપાલિકામાં કોંગ્રેસને સત્તા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લડાયક નેતા તરીકે અશોકભાઈ ડાંગરની છબી રહી છે.
કાર્યકરોને લઈને કોંગ્રેસને આગળ લઈ જવામાં તેઓની મુખ્ય ભૂમિકા બની રહેવાની છે. ત્યારે જસદણ ચૂંટણી અને વોર્ડ નમ્બર 13માં કોંગ્રેસ ના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા સહિતના બનાવો બાદ પ્રદેશ કોંગસ દ્વારા આખરે નવા સુકાની લાવવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.