Political/ રાજકોટ ભાજપ મય : પાટીલની પેજ કમિટી, શિક્ષિત અને નવા ચહેરાને સ્થાન પોલીસીએ કોંગી દિગ્ગજોને આપી માત

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જે નીતિથી ગઈકાલ સુધી સૌને ભાજપની હાર થવાની સંભાવના લાગતી હતી તે પેજ કમિટીએ અસાધારણ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. જેને પ્રતાપે ભાજપના યુવા, શિક્ષિત અને નવા ચહેરાઓ

Gujarat
patil2 3 રાજકોટ ભાજપ મય : પાટીલની પેજ કમિટી, શિક્ષિત અને નવા ચહેરાને સ્થાન પોલીસીએ કોંગી દિગ્ગજોને આપી માત

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જે નીતિથી ગઈકાલ સુધી સૌને ભાજપની હાર થવાની સંભાવના લાગતી હતી તે પેજ કમિટીએ અસાધારણ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. જેને પ્રતાપે ભાજપના યુવા, શિક્ષિત અને નવા ચહેરાઓ સામે કોંગ્રેસના ધુરંધરો ઘુંટણિયે પડી ગયા છે.સીઆરપાટીલે સુરતમાં પેજ કમિટી બનાવવાની સુરતમાં શરૂઆત કરી હતી જેમાં ભાજપને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી.આ વખતે રાજ્યની તમામ છ મહાનગરપાલિકાઓમાં આ મોડેલ અપનાવવામાં આવ્યું હતું.રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં કોંગ્રેસની છાવણીમાં સન્નાટો બોલી ગયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, 108 તરીકે જાણિતા પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી, પૂર્વ ઉપ વિપક્ષ નેતા મનસુખ કાલરીયા, જાગૃતિબેન ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, મોહન સોજીત્રા, ઉર્વશીબા જાડેજા જેવા કોંગ્રેસના પીઢ આગેવાનોની હારથી રાજકોટ ભાજપ પણ ચોંકી ઉઠ્યું છે.પાટીલની પેજ કમિટી થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આફરીન થઇ ગયા હતા જેથી આ મોડલને દેશભરમાં લાગુ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Corona Virus / કોરોનાના સક્રિય કેસો આ બે રાજ્યોમાં વધારે, આરોગ્ય મંત્રાલયનું સતાવાર નિવેદન

રાજકોટ ભાજપમાં જીતનો જશ્ન

Gujarat / 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય, વડાપ્રધાન મોદીએ કહ્યું – થેંક્યું ગુજરાત

કોંગ્રેસ દ્વારા EVMમાં ગોટાળાનાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. છતાં પરીણામ આવી જ ચુકયુ છે અને પાર્ટીની આબરૂ ધુળધાણી કરતાં પરીણામ આવ્યા છે. રાજકોટનાં પરીણામ સાથે ભાજપનો નાતો બંધ બેસી જાય તેમ છે. ચૂંટણી પૂર્વે પ્રવાહમાં ભાજપ દ્વારા ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’નો નારો આપ્યો હતો. મતદારોએ તે સિદ્ધ કરી બતાવ્યો છે.મતદાન પણ આ વખતે ઓછું રહ્યું હોય દરેક પક્ષના પેટમાં ફાળ પડી હતી અને પ્રજાજનો કોને વિજયી બનાવે તે તરફ મીટ મંડાઈ હતી. ત્યારે આજરોજ વહેલી સવારથી રાજકોટમાં છ સ્થળે અલગ અલગ વોર્ડની ગણતરી શરૂ થતાં પ્રથમ રાઉન્ડમાં જ મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ હોવાનું જાણવા મળ્યું હતું. જેમ જેમ મત ગણતરી થતી ગઈ તેમ તેમ ભાજપના ઉમેદવારોની જીત નક્કી થતી ગઈ. સંપૂર્ણ પરિણામના અંતે કોંગ્રેસના ગઢ સમાન વોર્ડમાં પણ ઉમેદવારોનો સફાયો થઈ ગયો છે. જ્યારે અન્ય વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ ઉભા રાખેલા શહેર પ્રમુખ સહિતના ધુરંધરો પણ હારી જતાં કોંગ્રેસ છાવણીમાં સન્નાટો બોલી ગયો છે.

Chamoli / ઉત્તરાખંડના ચમોલીમાં ગુમ થયેલાં 136 લોકોને રાજ્ય સરકારે મૃત જાહેર કર્યા

મહાનગરપાલિકાની ચૂંટણી આવતા જ તમામ પક્ષોએ મતદારોને રિઝવવાની તૈયારીઓ આરંભી દીધી હતી. સામાન્ય રીતે દર વખતે કોંગ્રેસ અને ભાજપ મુખ્ય બે પાર્ટી વચ્ચે મુકાબલો થતો હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠક ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખતા ત્રિ-પાંખીયો જંગ ખેલાયો હતો. 21 તારીખે મતદાન થયા બાદ દરેક પક્ષ પોતાની જીતના દાવા કરી રહ્યું હતું. જ્યારે લોકો પણ મોંઘવારી, પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ સહિતના ભાવ વધારાના મુદ્દાને આગળ ધરી ભાજપથી વિમુખ થયાનું ચર્ચાય રહ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…