Rajkot News/ રાજકોટના ચીફ ઈન્ચાર્જ ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

એનઓસી માટે 1.20 લાખ આપ્યા પણ બાકીની રકમ લેતા એસીબીની જાળમાં ફસાયા

Rajkot Top Stories Gujarat
Beginners guide to 2024 08 12T172834.998 રાજકોટના ચીફ ઈન્ચાર્જ ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Rajkot News : રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની “આગ” હજી બુઝાઈ નથી ત્યાં રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાઈ ગયા હતા.આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા હોવાથી રાજકોટમાં એક બિલ્ડીંગમાં કરેલ ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે ગયા હતા. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક સાધ્યો હતો. તે સમયે મારૂએ ફરિયાદી પાસે રૂ.3,00,000 ની લાંચની માંગણી કરી હતી.

આથી ફરિયાદીએ તેમને રૂ.1,20,000 આપી દીધા હતા. બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી થયું હતું.બીજીતરફ ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે એસીબીના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં જળ બિછાવી હતી. જ્યાં લાંચના રૂ.1,80,000 રૂપિયા લેતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!

આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં

આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ