Not Set/ રાજકોટ: DEO દ્વારા 3 સ્કૂલોને ખાનગી પુસ્તકોનાં વેચાણ બદલ ફટકારાયો દંડ

રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 3 સ્કૂલ સામે કડક પગલા ઉગામી ભારે દંડ ફટકારાયો છે. આ તમામ ખાનગી સ્કૂલો દ્વારા શાળામાં ખાનગી પ્રકાશકોનાં પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવતા, શિક્ષણ અધિકારી દ્વારા દાખલા રૂપ નિર્ણય કરી દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટમાંથી શાળાઓ દ્વારા ખાનગી પ્રકાશકોના પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાની માલુમાત બાદ જીલ્લા […]

Rajkot Gujarat
rajkot deo રાજકોટ: DEO દ્વારા 3 સ્કૂલોને ખાનગી પુસ્તકોનાં વેચાણ બદલ ફટકારાયો દંડ

રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 3 સ્કૂલ સામે કડક પગલા ઉગામી ભારે દંડ ફટકારાયો છે. આ તમામ ખાનગી સ્કૂલો દ્વારા શાળામાં ખાનગી પ્રકાશકોનાં પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવતા, શિક્ષણ અધિકારી દ્વારા દાખલા રૂપ નિર્ણય કરી દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટમાંથી શાળાઓ દ્વારા ખાનગી પ્રકાશકોના પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાની માલુમાત બાદ જીલ્લા શિક્ષણ અધિકારીનાં માર્ગ દર્શનમાં 40 જેટલી શાળામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ 3 સ્કૂલો ખાનગી પ્રકાશકોનાં પુસ્તકો પ્રમોટ કરતી હોવાનું સામે આવતા દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટની સેન્ટ મેરી સ્કૂલ, નેસ્ટ સ્કૂલ અને વીરનગરની નાલંદા સ્કૂૂૂલને DEO દ્વારા 25 હજારથી લઇને 10 હજારનો સુધીનો દંડ ફટકારી દાખલો બસાડવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે રાજ્ય સરકાર દ્વારા પૂર્વે પણ કડક શબ્દમાં સ્કૂલોને પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશીત પુસ્તકો ભણાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.