રાજકોટ,
રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાના પોસ્ટર પર કોઇક અજાણ્યા શખ્સો દ્રારા કાળી શાહી નાંખી વિરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ધારાસભ્ય લલિત વસોયા દ્રારા નગરજનોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતાં સમગ્ર શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.પરંતુ તેમાં કોંગ્રસના નામનું કોઇ ચિહન કે નામનો ઉલ્લેખ શુધ્ધા કરવામાં આવ્યો ન હતો જેથી આ બાબત ચર્ચોનો વિષય બની હતી.
આ મામલે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને ટુંક જ સમયમાં આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.