રાજકોટ,
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને રાજકોટ મનપા દ્વારા રેસકોર્સ મેદાનમાં પતંગોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી પતંગબાજો ઉમટી પડ્યા હતા. આકર્ષક અને રંગબેરંગી પતંગો સાથે પતંગબાજી કરી ઉત્સવનો ભરપુર આનંદ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશ વિદેશમાંથી 100થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી પતંગબાજો આવ્યા.
ફ્રાન્સના 4
જર્મનીના 2
હન્ગ્રીના 4
ઇઝરાયેલના 6
ઈટાલીના 5
કેન્યાના 2
કોરિયાના 4
કુએતના 3
લિથુઆનિયાના 7
મલેશિયાના 5
મેક્સિકોના 2 અને ઇન્ડોનેશિયાના 4 એમ કુલ મળીને 48 વિદેશી પતંગબાજો ઉત્સવની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાંથી કેરાલાના 4, પંજાબના 3, રાજસ્થાનના 8, તામિલનાડુના 7, લખનૌના 4, ઉતરાખંડના 5 એમ કુલ મળીને 31 ભારતીય પતંગબાજો આવ્યા છે.