રાજકોટ/ રાજકોટમાં બોગસ બિલિંગ પર GST ત્રાટક્યું, 1476 કરોડનું બોગસ બિલિંગ કોભાંડ ઝડપાયું

રાજકોટમાં GST વિભાગે બોગસ બિલિંગના કેસમાં સપાટો બોલાવી મોટી કાર્યવાહી કરી છે.કાર્યવાહીમાં સોની બજારમાં આવેલી વિ.વી. જવેલર્સને સીલ કરવામાં આવી છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 03T123437.330 રાજકોટમાં બોગસ બિલિંગ પર GST ત્રાટક્યું, 1476 કરોડનું બોગસ બિલિંગ કોભાંડ ઝડપાયું
  • રાજકોટ: GST બોગસ બિલિંગ કૌભાંડ મામલો
  • સોની બજારમાં આવેલ વી.પી.જવેલર્સને મરાયુ સીલ
  • રૂ.1476 કરોડથી વધુના બોગસ બિલિંગ મામલે કાર્યવાહી

Rajkot News: રાજકોટમાં GST વિભાગે બોગસ બિલિંગના કેસમાં સપાટો બોલાવી મોટી કાર્યવાહી કરી છે.કાર્યવાહીમાં સોની બજારમાં આવેલી વી.પી.જવેલર્સને સીલ કરવામાં આવી છે.1 હજાર 476 કરોડથી વધુ બોગસ બિલિંગ કૌભાંડ મામલે સીલની કાર્યવાહી કરવામાં આવી છે.જો કે સીલ કરતા પહેલા માલીકને જાણકારી પણ આપવામાં આવી હતી.GST વિભાગ ની કાર્યવાહીને લઇ સોના બજારના વેપારીઓમાં ફફડાટ જોવા મળે છે.બોગસ બિલિંગ દ્વારા કૌભાંડ કરનારા પર આ પ્રકારની કાર્યવાહી જ કરવામાં આવશે.

સેન્ટ્રલ જીએસટીની DGGIની ટીમે પૂર્વ બાતમીના આધારે ગઈકાલ અને આજે સોના-ચાંદી – હિરાનાં બુલીયન માર્કેટ સાથે સંકળાયેલા આસ્થા ટ્રેડીંગનાં સંકુલમાં તપાસ હાથ ધરતા રૂ.1467 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. આ કૌભાંડનો આંકડો વધવાની ટીમે શંકા વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે રાજકોટની સોની બજારમાં આવેલી આસ્થા ટ્રેડિંગ નામની પેઢીમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. આસ્થા ટ્રેડિંગ નામની પેઢીની તપાસમાં વી.પી. જ્વેલર્સનું નામ ખુલ્યું હતું. આસ્થા ટ્રેડિંગમાં જીએસટીની તપાસમાં બહાર આવ્યું હતું કે સોની બજારના કુલ 48 વેપારીઓએ ખોટા બિલો થકી નાણાકીય વ્યવહાર કર્યા હતા. દિવાળી બાદ વધુ 40 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. DGGI દ્વારા વી.પી જવેલર્સને ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી. વી.પી જ્વેલર્સ ના અલગ અલગ દસ્તાવેજોની પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવી હતી.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં બોગસ બિલિંગ પર GST ત્રાટક્યું, 1476 કરોડનું બોગસ બિલિંગ કોભાંડ ઝડપાયું


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ