સીલ/ રાજકોટ મનપાના તેવર તેજ : આજે બપોર સુધીમાં કોરોનાની ગાઈડલાઈન નેવે મૂકીને ધંધો કરનારા વધુ 27 વ્યવસાયિક એકમો સીલ

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૦/૦૪/૨૦૨૧ ના રોજ

Gujarat Rajkot
seal 20 apr રાજકોટ મનપાના તેવર તેજ : આજે બપોર સુધીમાં કોરોનાની ગાઈડલાઈન નેવે મૂકીને ધંધો કરનારા વધુ 27 વ્યવસાયિક એકમો સીલ

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૦/૦૪/૨૦૨૧ ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૨૭ વ્યવસાયિક એકમો સાત (૭) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં

seal 20 apr2 રાજકોટ મનપાના તેવર તેજ : આજે બપોર સુધીમાં કોરોનાની ગાઈડલાઈન નેવે મૂકીને ધંધો કરનારા વધુ 27 વ્યવસાયિક એકમો સીલ

૧. ગંગોત્રી તી સ્ટોલ, દોશી હોસ્પિટલ ચોક,
૨. જે મડી ડીલક્સ પાન, મવડી ચોકડી,
૩. જય ખોડીયાર હોટલ, મવડી ચોકડી,
૪. બાલાજી પાન & કોલ્ડ્રીંક્સ, મવડી ચોકડી,
૫. શ્રી જયશ્રી પાન & હાઉસ, ચંદ્રેશનગર મેઈન રોડ,
૬. અશોક ડેકોર, ટાગોર રોડ,
૭. પટેલ પાન & કોલ્ડ્રીંક્સ, રાજનગર ચોક,
૮. પરીવા લીમીટેડ, ટાગોર રોડ,
૯. લેપટોપ પેલેસ, ટાગોર રોડ,
૧૦. સિટી મોબાઈલ હાઉસ, કોઠારીયા રોડ,
૧૧. કનૈયા ટી. સ્ટોલ, અતિથિ છોક,
૧૨. ઈ-વન શુભમ ડીલક્સ & કોલ્ડ્રીંક્સ, ગોંડલ રોડ,
૧૩. જય અંબે સિલેક્શન, કોઠારીયા રોડ,
૧૪. શક્તિ હોટલ, પુષ્કરધામ રોડ,
૧૫. ગાત્રાળ માં ટી સ્ટોલ & રાધે શ્યામ પાન, કોઠારીયા રોડ,
૧૬. શ્રી બહુચર પાન હાઉસ, ૮૦ ફૂટ રોડ,
૧૭. રીધ્ધી ફેશન, કોઠારીયા રોડ,
૧૮. ગાયત્રી એસ્ટેટ બ્રોકર, એ.જી.ચોક,
૧૯. આશાપુરા ડીલક્સ પાન & કોલ્ડ્રીંક્સ, એ.જી.ચોક,
૨૦. આશાપુરા ટી સ્ટોલ, એ.જી.ચોક,
૨૧. ક્રિષ્ના, કોઠારીયા રોડ,
૨૨. રાધે શ્યામ દેરી ફાર્મ, કોઠારીયા રોડ,
૨૩. રાજલ પ્રોવિઝન સ્ટોર, ચુનારાવાડ રોડ,
૨૪. રામદેવ ઇલેક્ટ્રોનિક્સ, કોઠારીયા રોડ,
૨૫. ઓપો શો-રૂમ, કોઠારીયા રોડ,
૨૬. શ્રી શક્તિ ટી સ્ટોલ, કુવાડવા રોડ
૨૭. શિવ શક્તિ પાન કોર્નર, કુવાડવા રોડ
નો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

seal 20 apr 3 રાજકોટ મનપાના તેવર તેજ : આજે બપોર સુધીમાં કોરોનાની ગાઈડલાઈન નેવે મૂકીને ધંધો કરનારા વધુ 27 વ્યવસાયિક એકમો સીલ

nitish kumar 10 રાજકોટ મનપાના તેવર તેજ : આજે બપોર સુધીમાં કોરોનાની ગાઈડલાઈન નેવે મૂકીને ધંધો કરનારા વધુ 27 વ્યવસાયિક એકમો સીલ