Rajkot News: રાજકોટ શહેરમાં (Rajkot City) મહાનગરપાલિકાની (Municipality) બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સરકારી કર્મીઓ કેટલા આંખ આડા કાન કરે છે કે પછી સતત કાયદા-નિયમોનું સખ્ત રીતે અમલીકરણ થતું નથી તેની કરૂણ ઘટના બની છે. રાજકોટમાં ભૂર્ગભના ગટરના ઢાંકણા ખુલ્લા રાખતા એક વ્યક્તિ ગટરમાં પડતા તેનું મોત નિપજ્યું છે.
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના સતત બેદરકારીના કિસ્સાઓ પ્રજાને સાંભળવા, જોવા મળી રહ્યાં છે તેમજ અનુભવી પણ રહ્યાં છે. એક પછી એક કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળતા રાજકોટ મનપાની વધુ એક ગંભીર બેદરકારીને કારણે લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે રાજકોટમાં ગાંધીગ્રામ લાખ બંગલા નજીક વનરાજસિંહ જાડેજા નામનો વ્યક્તિ રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગટરનું ઢાંકણુ ખુલ્લુ હોવાથી વાહન સાથે પડી ગયો હતો.
નજીકના લોકોએ આ ઘટનાથી માહિતગાર થતાં બાઈકચાલકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, સારવાર દરમિયાન વનરાજસિંહ ઉદયસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી.
થોડા મહિના અગાઉ અરવલ્લીનાં મોડાસામાં ભૂગર્ભ ગટરલાઈનમાં સ્કૂલ વાન ખાબકતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો. પાંચ વિદ્યાર્થીઓ આ સ્કૂલવાનમાં બેઠા હતા. ગટરલાઈનની કામગીરીમાં અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા હતા. નગરપાલિકા દ્વારા સમયસર કામ ન થતાં સ્થાનિક રહેવાસીઓ પર સંકટ ઊભું થયું હતું. જેમાં સમયસર ગટરલાઈનનું કામ પૂરું ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
એવો જ કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો હતો. જેમાં અમદાવાદના વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર આવેલ ગટરમાં 8 વર્ષનો બાળક પડી ગયો હતો. શ્રમિક પરિવારના દેવાંશ ધર્મેન્દ્રભાઈ ધોબીનો 8 વર્ષનો બાળક ઝુંડાલ રોડ પરની ખુલ્લી ગટરની આસપાસ રમતો હતો અને રમતા-રમતા અચાનક ગટરમાં પડી ગયો હતો. માહિતી પ્રમાણે બાળકનો પરિવાર ઝુંડાલ રોડ પર બસની રાહ જોતો ઉભો હતો. બસ આવે ત્યાં સુધી બાળક ખુલ્લામાં રમતો હતો. પરંતુ રમતમાં ખુલ્લી ગટર બાળકના ધ્યાનમાં ના આવી અને અંદર પડી ગયો હતો.
આ પણ વાંચો:AMC પ્રી-મોનસૂન પ્લાન વચ્ચે ગટરના પાણીમાં નીકળી સ્મશાનયાત્રા
આ પણ વાંચો:મોડાસામાં ભૂગર્ભ ગટરલાઈનમાં સ્કૂલવાન ખાબકી, સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશ
આ પણ વાંચો:વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર 8 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા થયું મોત