Not Set/ રાજકોટમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઘટાડો, બપોર સુધીમાં નવા 41 કેસ, 24 કલાકમાં વધુ 19ના મોત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 41 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 40538 પર પહોંચી ગઈ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1270 દર્દી સારવાર હેઠળ છે

Gujarat Rajkot
rajkor recover patient રાજકોટમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઘટાડો, બપોર સુધીમાં નવા 41 કેસ, 24 કલાકમાં વધુ 19ના મોત

ફરી એક વખત રાજકોટ વાસીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 41 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 40538 પર પહોંચી ગઈ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1270 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રાજકોટમાં 224 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે. જોકે, આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 21 દર્દીના મોત થયા હતા. જેમાં 1 દર્દીનું કોવિડથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

rjt new case 1 may 3 રાજકોટમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઘટાડો, બપોર સુધીમાં નવા 41 કેસ, 24 કલાકમાં વધુ 19ના મોત

 

તારીખ: 21/05/2021 ના કુલ પોઝિટિવ :- 192

 કુલ ટેસ્ટ :- 3810
કુલ પોઝિટિવ :- 192
પોઝિટીવ રેઈટ :- 5.04 %
કુલ ડીસ્ચાર્જ :- 224

આજે  બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 41
કુલ પોઝિટિવ કેસ :- 40538
કુલ ડિસ્ચાર્જ : 39054
રિકવરી રેઈટ : 96.43 %
કુલ ટેસ્ટ :- 1111983
પોઝિટિવિટી રેઈટ :- 3.64 %

બપોરે 1 વાગ્યા સુધીમાં 8306 લોકોએ વેક્સિન લીધી

18 plus vaccination 2 9 રાજકોટમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઘટાડો, બપોર સુધીમાં નવા 41 કેસ, 24 કલાકમાં વધુ 19ના મોત

રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 7006 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1300 સહિત કુલ 8306 નાગરિકોએ રસી લીધી

સમરસ આજથી મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જાહેર 

Samras Hostel, University Road - Hostels in Rajkot - Justdial

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતા મ્યુકરમાઈકોસિસના દર્દી વધી જતા સ્થિતિ વધારે કફોડી બની છે. કોરોનાના 407 દર્દી સારવાર લઈ રહ્યા છે અને ક્રમશ: ડિસ્ચાર્જ થતા આ સંખ્યા ઘટી રહી છે. જ્યારે મ્યુકરમાઈકોસિસમાં દરરોજ 30 દર્દી નવા દાખલ થતા 450 થયા છે. 500 બેડની કુલ ક્ષમતા સાથેનો રાજ્યનો સૌથી મોટો મ્યુકરમાઈકોસિસ વોર્ડ રાજકોટમાં હતો.પણ હવે તે પણ ભરાવા લાગતા નવા આયોજનના ભાગરૂપે સમરસ હોસ્ટેલને મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જાહેર કરવામાં આવતા આજથી દર્દીઓને ત્યાં મોકલાશે. સમરસ હોસ્ટેલ કોરોનાની સારવાર માટે મહત્વનું કેન્દ્ર સાબિત થયું હતું. ત્યાં 1000 બેડની ક્ષમતા છે જોકે હવે દર્દીઓ ઘટતા ત્યાં 100 જ સારવાર હેઠળ છે.

kalmukho str 17 રાજકોટમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઘટાડો, બપોર સુધીમાં નવા 41 કેસ, 24 કલાકમાં વધુ 19ના મોત