રાજકોટવાસીઓ હરવા ફરવાના શોખીન છે આ સાથે જ હવે ટેકનોલોજીને પણ સરળતાથી અપનાવી રહ્યા છે તેનું જીવંત ઉદાહરણ રાજકોટ મહાનગરપાલિકામાં પ્રમાણમાં કરવામાં આવેલો પ્રોપર્ટી ટેક્સ છે. રાજકોટના નવનિયુક્ત કમિશ્નર અરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. અને રાજકોટવાસીઓની નિષ્ઠા અને એમણે આવકારી હતી.
વેબસાઈટ / મોબાઈલ એપ્લીકેશન મારફત રૂ. ૪૬.૮૧ કરોડથી વધુ વેરો ભરપાઈ કર્યો: તા. ૦૧-૦૪-૨૦૨૧ થી ૨૬-૦૬-૨૦૨૧ સુધીમાં ૧૭૭૩૭૯ નાગરિકોએ કુલ રૂ. ૯૦.૫૨ કરોડથી વધુ રકમ ટેક્સ રૂપે ભરપાઈ કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વેરો ભરપાઈ કરવા માટે રૂબરૂ તેમજ ઓનલાઈન સુવિધા આપવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં એક લાખથી વધુ નાગરિકોએ પોતાનો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરપાઈ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા એક લાખથી વધુ નાગરિકોએ રૂ. ૪૫.૮૧ કરોડથી વધુ વેરો ભરપાઈ કર્યો છે.
કોરોનાકાળમાં લોકો મનપાની ઓફીસ રૂબરૂ આવવાને બદલે ઓનલાઈન સુવિધાઓનો લાભ મેળવી રહ્યા છે. વધુને વધુ લોકો ઓનલાઈન સિસ્ટમના ઉપયોગ કરી ઘરે કે ઓફીસ બેઠા બેઠા પણ રાજકોટ મહાનગરપાલિકાનો પ્રોપ્રટી ટેક્સ ભરી રહ્યા છે જે પ્રશંસનીય બાબત છે. તા. ૦૧-૦૪-૨૦૨૧ થી ૨૬-૦૬-૨૦૨૧ સુધીમાં ૧૭૭૩૭૯ નાગરિકોએ કુલ રૂ. ૯૦.૫૨ કરોડથી વધુ રકમ ટેક્સ રૂપે ભરપાઈ કરી છે.