Not Set/ રાજકોટને મળશે બે અંડરબ્રિજ, પાંચ લાખ લોકોને થશે ફાયદો

  રાજકોટ. રાજકોટ શહેરમાં વાહનોની અવાર-જવર અને ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ કરવા માટે મહાનગર પાલિકા (મનપા) તરફથી બે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. પહેલો અંડરબ્રિજ કાલાવડ રોડ કાલાવડ રોડ સ્થિત કે.કે.વી ચોકમાં અને બીજો અંડરબ્રિજ રૈયા રોડ પર બનાવવામાં આવશે. મહાપોર ડો. જૈમન ઉપાધ્યાય અને મનપા આયુક્ત બંછાનિધિ પાણીએ મંગળવારે આ બાબતની જાણકારી આપી હતી. […]

Rajkot Gujarat Trending
dsBuffer રાજકોટને મળશે બે અંડરબ્રિજ, પાંચ લાખ લોકોને થશે ફાયદો

 

રાજકોટ.

રાજકોટ શહેરમાં વાહનોની અવાર-જવર અને ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ કરવા માટે મહાનગર પાલિકા (મનપા) તરફથી બે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. પહેલો અંડરબ્રિજ કાલાવડ રોડ કાલાવડ રોડ સ્થિત કે.કે.વી ચોકમાં અને બીજો અંડરબ્રિજ રૈયા રોડ પર બનાવવામાં આવશે. મહાપોર ડો. જૈમન ઉપાધ્યાય અને મનપા આયુક્ત બંછાનિધિ પાણીએ મંગળવારે આ બાબતની જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે કન્સલ્ટન્ટ એજન્સીના સર્વે બાદ કાલાવડ રોડ સ્થિત કે.કે.વી ચોકની આગળ પંજાબ હોન્ડા શો રૂમ પર બ્રિજ પૂરો થશે.

  • પાંચ લાખ લોકોને થશે ફાયદો:-

રાજકોટ શહેરના ગૌરવપથ કાલાવડ રોડ સ્થિત કે.કે.વી ચોકના પાથ ટ્રાફિકની સમસ્યાને જોઇને મનપા એ કાલાવડ રોડ પર અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અમદાવાદની ડેલ્ફ કન્સલ્ટન્સી પસંદ કરવામાં આવી છે, જેમના દ્વારા વાહનોની સંખ્યાનો સર્વે કરવામાં આવ્યો છે.

  • રૈયા રોડ માટે રેલ્વેની મંજુરીની પ્રતીક્ષા:-

બીજો અંડરબ્રિજ રૈયા રોડ પર બનશે, જેના માટે રેલ્વેની મંજુરીની પ્રતીક્ષા છે. તેમેણ જણાવ્યું છે કે અંડરબ્રિજ  બનાવવા માટે  કન્સલ્ટન્સીની રીપોર્ટ આવી છે. જેના સંદર્ભમાં અંડરબ્રિજની ડીઝાઇન અધિકારીક રૂપે ફાઈનલ કરવામાં આવી છે. કિશાનપરા ચોકમાં જુની કેન્સર હોસ્પિટલની બાજુમાં બ્રિજ શરુ કરવામાં આવશે અને આમ્રપાલી સુધી પૂરો થશે. અંડરબ્રિજની ડીઝાઈન ફાઈનલ કરવામાં આવી છે, પરંતુ અત્યારે રેલ્વે પ્રશાસનની મંજુરી મળવાની બાકી છે, જેના કારણે અંડરબ્રિજ બનવાના શુભારંભમાં વિલંબ થઇ શકે છે.