ચીન અને પાકિસ્તાનનું ટેન્શન વધે તેવા સમાચાર છે. ડ્રેગનની વિસ્તારવાદી નીતિઓ પર અંકુશ મુકવા ભારત અને અમેરિકા વચ્ચેના રક્ષા સંબંધો મહત્વના છે ત્યારે આજથી અમેરિકાના રક્ષા મંત્રી લોયડ જેમ્સ 3 દિવસની ભારત યાત્રા પર છે. વિજ્ઞાનભવનમાં બન્ને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સહમતી બની છે. આ સમયે સીડીએસ બિપિન રાવત અને ત્રણે સેનાના વડાઓ હાજર રહ્યા હતા.
આ સમજૂતી પર હસ્તાક્ષર
પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય સેના અને યૂએસ ઇન્ડો-પેસેફિક, સેન્ટ્રલ કમાન્ડ, આફ્રિકા કમાન્ડ વચ્ચે સહયોગ વધારવા પર સહમત થયા છે. અમે LEMOA, COMCASA અને BECA સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને અમેરિકા મજબૂત રક્ષા ભાગીદારીને વધારવા પર પ્રતિબદ્ધ છે.
યુએસ સંરક્ષણ મંત્રી ઓસ્ટિને કહ્યું કે અમારો સંબંધ ફ્રી અને ઓપન ઇન્ડો-પેસેફિક રીજનનો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ફ્રીડમ ઓફ નેવિગેશન અને ફ્રીડમ ઓફ ઓવરફ્લાઇટ માટે તૈયાર છે. આ ક્ષેત્રીય સુરક્ષા માટે અમારો સહિયારો દ્રષ્ટિકોણ બતાવે છે. ‘
રાજનાથ સિંહે કહ્યું કે સંરક્ષણ સહયોગ પર વ્યાપક રીતે વાતચીત, મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ વધારવા, સૂચના વધારવા અને રક્ષા અને મ્યુચ્યુઅલ લોઝિસ્ટિક સપોર્ટના ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થઇ. બન્ને દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિઓ વધવાથી ચીનનું ટેન્શન વધી જશે.