સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે આશા વ્યક્ત કરી છે કે, ભારત, રશિયા, ચીન અને મધ્ય એશિયાના અન્ય દેશો વચ્ચેનો સહયોગ આગામી દિવસોમાં વધુ મજબુત બનશે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે આ દેશો પરસ્પર સહકારથી વૈશ્વિક ખતરાનો સામનો કરવામાં સમર્થ હશે. રાજનાથ સિંહ જેસલમેરમાં પાંચમી આંતરરાષ્ટ્રીય આર્મી સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધાના સમાપન સમારોહને સંબોધન કરી રહ્યા હતા. ભારત સાથે રશિયા, ચીન, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન, સુદાન અને ઉઝબેકિસ્તાનની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
રાજનાથસિંહે તેમના સંબોધનમાં કહ્યું, ‘મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અમારો અને તમારો સહકાર વધુ દ્રઢ બનશે. અને આપણે પારસ્પરિક સહયોગ ને વધારી ને વધુ વિકાસ કરીશું. પરસ્પર સહયોગ વધારીને આપણે વિશ્વના મુશ્કેલ પડકારો અને ખતરાનો સામનો કરી શકીશું. વળી, ભવિષ્યમાં આપણને પરસ્પર સંબંધો વધારવાની વધુ તકો મળશે. ”તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવા આયોજનથી દેશોના પરસ્પર સંબંધોને વધુ ગહન બનશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ દેશો સાથે અમારા પહેલાથી મૈત્રીપૂર્ણ સંબંધ છે.
સંરક્ષણ પ્રધાને સ્પર્ધામાં ભાગ લેનારા દેશો સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિંહે કહ્યું કે, ભારત પણ લાંબા સમયથી રશિયા સાથે ખૂબ ઊંડાણ પૂર્વક્ના વ્યૂહાત્મક સંબંધ ધરાવે છે. તે જ સમયે અમે ચીન સાથેના દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લઈએ છીએ, જે આપણને એક બીજા વિશે વધુ સારી રીતે સમજવામાં ઘણી મદદ કરે છે. એ જ રીતે, મધ્ય એશિયા, બેલારુસ, આર્મેનિયા, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે.
સંરક્ષણ પ્રધાને સ્પર્ધાની વિજેતા ટીમોને પણ સન્માનિત કરી હતી. આ પ્રસંગે આર્મી ચીફ જનરલ બિપિન રાવત પણ હાજર હતા. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.