બોલિવૂડનાં જાણીતા સિંગર મીકા સિંહ તેની ગાયકી કરતા તેની હરકતોનાં કારણે વધુ હેડલાઇન્સમાં રહે છે. મીકા આજે બોલિવૂડનાં સફળ ગાયકોમાં એક છે, પરંતુ તે પહેલીવાર ત્યારે લાઇમ લાઇટમાં આવ્યા જ્યારે તેમણે પોતાના બર્થ ડેનાં દિવસે આઇટમ ગર્લ રાખી સાવંતની સાથે લિપ લોક કર્યુ હતુ. ત્યારે તે બન્ને વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો, જે બાદથી તેઓ એકબીજાને સામે આવતા નહોતા, પરંતુ તે વાતને આજે ઘણા વર્ષો વીતી ગયા બાદ તેઓ એકબીજાને એકવાર ફરી મળ્યા છે.
ડ્રામા ક્વિન / ફાટેલા કપડામાં દેખાઇ રાખી સાવંત, કહ્યુ-મારી પાસે કપડા નથી અને દુકાનો પણ બંધ છે, હુ શું કરું
ગાયક મિકા સિંહ અને રાખી સાવંત વચ્ચેની દુશ્મનાવટ હવે ખતમ થઈ ગઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં આ બે દુશ્મનો હવે મિત્ર બની ગયા છે. બંને વચ્ચે શત્રુતા ચુંબનથી શરૂ થઇ હતી. પરંતુ હવે બંને આ વિવાદ (કિસ વિવાદ) ને ભૂલી ગયા છે અને આગળ વધ્યા છે. કેટલાંક વર્ષોનાં વિવાદ પછી, રાખી સાવંત અને ગાયક મીકા સિંહ એકબીજાને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન બંને એકબીજા સાથે ખૂબ જ બિંદાસ જોવા મળ્યા હતા. આ બંનેની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તે સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આખરે તેઓ પોતાનો જુનો વિવાદ ભૂલી ગયા છે. તેઓએ હવે મિત્રતાનો હાથ લંબાવી દીધો છે અને કહ્યું કે હવે અમે મિત્રો છીએ. આ વીડિયો લોખંડવાલાનો છે. જણાવી દઇએ કે, રાખી સાવંત આજે લોખંડવાલા સર્કલ કોફી પીવા પહોંચી હતી. જ્યાં મીકા સિંહ પણ ટૂંકા સમયમાં પહોંચી ગયો હતો. શરૂઆતમાં, અચાનક મીકાને સામે જોતાં રાખી સાવંત ચોંકી ગઈ હતી. પરંતુ તે પછી, જૂની દુશ્મનાવટ ભૂલી, મિત્રતાનો હાથ લંબાવી અને બન્નેએ એકબીજાને ગળે લગાવ્યા હતા.
બોલિવૂડ / UAEના ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા સંજય દત્ત, ઇન્સ્ટાગ્રામ પર આભાર વ્યક્ત કર્યો
તાજેતરમાં જ તે બંને મુંબઈનાં માર્ગો પર સાથે જોવા મળ્યાં હતાં. રાખી મીકાને જોયા બાદ ચીસો પાડવા લાગી. તે બંને એકબીજાને મળ્યા અને વખાણ કરવા લાગ્યા હતા. મીકાએ કહ્યું, હું રાખીને ઉભી જોઈને અવગણી શક્યો નહીં, તેથી નીચે ઉતરવું પડ્યું. સાથે જ રાખીએ એમ પણ કહ્યું કે આખરે અમે મિત્રો છીએ. રાખી અને મીકાએ આલિંગન પણ કર્યું. મીકાએ કહ્યું કે, આ વખતનું બિગ બોસ રાખી સાવંતને કારણે જ ચાલ્યુ હતુ. આ સાંભળીને રાખીને આનંદ થયો અને તે મીકાને પગે લાગી હતી. આપને જણાવી દઈએ કે, વર્ષ 2006 માં રાખી અને મીકા વચ્ચેનાં વિવાદથી મીડિયામાં ઘણી હેડલાઇન્સ બની હતી. મીકા સિંહે તેની પરવાનગી વગર પોતાના બર્થડે પાર્ટીમાં ઘણા સમય સુધી રાખી સાવંતને કિસ કરી હતી. મીકા સિંહ અને રાખી સાવંત વચ્ચે કિસને લઇને ભારે લડત ચાલી હતી. પરંતુ આજે લાગે છે કે આ જોડીની લડત હવે પૂરી થઈ ગઈ છે.