રાખી સંવતનાં લગ્ન 20 જુલાઈએ થયા હોવાના સમાચાર આવતા લોકો ચોંકી ગયા હતા. રાખી સાવંતે હવે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર હનીમૂનનો ફોટો શેર કર્યો છે.
બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીન કહેવાતી રાખી સાવંતે તાજેતરમાં 20 જુલાઇએ યુકે સ્થિત એનઆરઆઈ શખ્સ રિતેશ સાથે લગ્ન કર્યાં છે. આ પછી રાખી સાવંતે હવે તેના ઇન્સ્ટાગ્રામ પર હનીમૂનની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરમાં રાખી સાવંત લાલ ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યાં તેણે બ્લેક કલરનાં સનગ્લાસ સાથે પોતાનો લુકને ક્લીક કરાવ્યો હતો. આ સાથે, તે પીળી કાર લઈને પોઝ આપીને ઉભી છે.
હનીમૂનની આ આગામી તસવીરમાં રાખી સાવંત બાથટબમાં પોઝ આપી રહી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ પરિણીત રાખી સાવંત દીપક કલાલ સાથે પણ ઘણા વિવાદોમાં આવી ચુકી છે.
અહીં તમે બાથટબમાં રાખી સાવંતની આ અલગ તસવીર જોઈ શકો છો, જેમાં તે ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરમાં રાખી સાવંત રેડ કલરનાં વેડિંગ ડ્રેસમાં નજર આવી રહી છે, જેમાં તેણે હેવી જવેલરી પહેરી છે અને હેવી મેક-અપનો પણ ઉપયોગ કર્યો છે.
આ તસવીરમાં રાખી સાવંત વ્હાઇટ વેડિંગ ડ્રેસમાં નજર આવી રહી છે, જેમાં તે પોશાકમાં માથુ નમાવીને પોઝ આપી રહી છે. આ તસવીરમાં રાખીએ ઘણો મેકઅપ કર્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે, જે તેના પર ખૂબ સારુ લાગી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.